રાફેલ ડીલની કિંમત જાહેર કરવા થયેલી અરજી સાથે અમારે કોઇ સંબંધ નહી: કોંગ્રેસ
રાફેલ ડીલ અંગે તહેસીન પૂનાવાલાની સુપ્રીમ કોર્ટમાં અરજીથી કોંગ્રેસે છેડો ફાડ્યો છે. કોંગ્રેસ લીગલ ડિપાર્ટમેન્ટના સુપ્રીમ કોર્ટ યૂનિટના ચેરમેન અને વરિષ્ઠ વકીલ અનૂપ જ્યોર્જ ચૌધરીએ પ્રેસ નોટ ઇશ્યું કરીને કહ્યું કે આ અરજી સાથે કોંગ્રેસ સાથે કોઇ સંબંધ નથી. ZEE NEWS સાથે ખાસ વાતચીતમાં અનૂપ જ્યોર્જ ચૌધરીએ કહ્યું કે, પાર્ટી નથી સમજતી કે આ મુદ્દો ઉઠાવવા માટે સુપ્રીમ કોર્ટ યોગ્ય ફોરમ છે અને પાર્ટીનો ન તો કોઇ તહસીન પૂનાવાલા સાથે સંબંધ છે અને ન તો અરજી સાથે.
નવી દિલ્હી : રાફેલ ડીલ અંગે તહેસીન પૂનાવાલાની સુપ્રીમ કોર્ટમાં અરજીથી કોંગ્રેસે છેડો ફાડ્યો છે. કોંગ્રેસ લીગલ ડિપાર્ટમેન્ટના સુપ્રીમ કોર્ટ યૂનિટના ચેરમેન અને વરિષ્ઠ વકીલ અનૂપ જ્યોર્જ ચૌધરીએ પ્રેસ નોટ ઇશ્યું કરીને કહ્યું કે આ અરજી સાથે કોંગ્રેસ સાથે કોઇ સંબંધ નથી. ZEE NEWS સાથે ખાસ વાતચીતમાં અનૂપ જ્યોર્જ ચૌધરીએ કહ્યું કે, પાર્ટી નથી સમજતી કે આ મુદ્દો ઉઠાવવા માટે સુપ્રીમ કોર્ટ યોગ્ય ફોરમ છે અને પાર્ટીનો ન તો કોઇ તહસીન પૂનાવાલા સાથે સંબંધ છે અને ન તો અરજી સાથે.
ચૌધરીએ કહ્યું કે, મીડિયામાં એવી ભ્રમની સ્થિતી રહે છે કે તહેસીન પૂનાવાલા કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવામાં આપણે તે સ્પષ્ટ કરવું જોઇએ કે રાફેલ ડીલની વિરુદ્ધ તહેસીન પૂનાવાલાની અરજી અને તેમની પાર્ટી સાથેનો કોઇ સંબંધ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તહસીન પુનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી છે કે સુપ્રીમ કોર્ટ સંરક્ષણ મંત્રાલયને નિર્દેશ આપે કે 36 રાફેલ લડાકુ વિમાનની ખરીદીમાં થનારા કુલ ખર્ચનો કુલાસો કરવામાં આવે. અરજીમાં કેન્દ્ર સરકારને તે જણાવવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો છે 23 સપ્ટેમ્બર, 2016ના રોજ ફ્રાંસ સાથે આ લડાયક વિમાનની ખરીદી માટે કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા સંરક્ષણ ખરીદીની પ્રક્રિયા (ડીપીપી) હેઠલ આ બાબતે મંત્રીમંડળની મંજુરી નહોતી લેવામાં આવી.
રાફેલ ડીલ મુદ્દે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીધા વડાપ્રધાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ડીલની ગુપ્તતા સંબંધી શરત અંગે ફ્રાંસી પૃષ્ટી બાદ પોતે વડાપ્રધાને રાહુલ પર વળતો હૂમલો કર્યો હતો.ત્યાર બાદ ભાજપના ચાર સાંસદોએ રાહુલની વિરુદ્ધ આ મુદ્દે સદનને ગુમરાહ કરવાનો આરોપ લગાવતા વિશેષાધિકાર હનની નોટિસ ઇશ્યુ કરી હતી. બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે પોતાનાં વલણમાં નરમાશ નહી લાવવાનો સંકેત આપતા કહ્યું હતું કે સોદાની ગુપ્તતા હેઠળ ખરીદવામાં આવનારા વિમાનની કિંમતને છુપાવવાની કોઇ શરત નહોતી.