નવી દિલ્હીઃ રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક નેતાઓ બાદ હવે ટ્વિટરે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પણ લૉક કરી દીધું છે. કોંગ્રેસે ગુરૂવારે આરોપ લગાવ્યો કે ટ્વિટરે કોંગ્રેસના સત્તાવાર હેન્ડલ @INCIndia ને લોક કરી દીધુ છે. તેની જાણકારી પાર્ટીએ પોતાના ફેસબુક પેજ દ્વારા આપી છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્વિટરે નિયમોના ઉલ્લંઘનને લઈને કાર્યવાહી કરી છે. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પર સોશિયલ મીડિયા કંપનીએ પગલા ભર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે પોતાના લોક કરાયેલા ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ ફેસબુક પેજ પર શેર કર્યો છે અને લખ્યું છે- જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા તો અમે ડર્યા નહીં, હવે ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યું પરંતુ અમે ડરવાના નથી. અમે કોંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છે, અમે લડીશું, લડતા રહીશું. જો બળાત્કાર પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો ગુનો છે, તો અમે આ ગુનો 100 વખત કરીશું. જય હિંદ... સત્યમેવ જયતે. 


COVID 19: દેશમાં ફરી વધ્યો કોરોનાનો ખતરો, નવા કેસની સંખ્યા ફરી 40 હજારને પાર


સુરજેવાલે તે તસવીરને ટ્વીટ કરી પીએમ પર સાધ્યુ હતુ નિશાન
તમને જણાવી દઈએ કે આ મામલા પર કોંગ્રેસ મહાસચિવ અને મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવેલી તસવીરને ટ્વીટ કરતા લખ્યુ- મોદી સરકાર દલિતની પુત્રીને ન્યાય આપવાની જગ્યાએ, હમદર્દી તથા ન્યાય માંગનારનો અવાજ દબાવવા માટે ષડયંત્ર કરી રહી છે. મોદીજી #Twitter ને ડરાવીને રાહુલ ગાંધીના એકાઉન્ટને બંધ કરાવીને પણ ન્યાયનો અવાજ દવાબી શકશે નહીં. ટ્વિટરને દબાવ્યા વગર એફઆઈઆર નોંધાવો, ન્યાય આપવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube