નવી દિલ્હી: મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન ભાજપે તેમના સંકલ્પ પત્રમાં ક્રાંતિકારી વિનાયક દામોદાર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. તેના પર કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ/એનડીએ ભારત રત્ન સાવરકરને જ કેમ આપવા ઇચ્છે છે? ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને કેમ નહીં?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ પણ વાંચો:- રાજીવ ધવન સામે FIR નોંધાવશે નહીં વેદાંતી, SCમાં સુનાવણી દરમિયાન ફાડ્યો હતો નક્શો


મનિષ તિવારીએ કહ્યું કે, મહાત્મા ગાંધીની હત્યાના મામલે સાવરકર પર આરોપ લાગ્યા હતા. તેમની સામે ચાર્જશીટ ફાઇલ થઇ હતી પરંતુ બાદમાં તે મુક્ત થઇ ગયા હતા. પરંતુ નાથૂરામ ગોડસેને દોષિત ઠેરાવવામાં આવ્યા અને ફાંસી આપવામાં આવી હતી. એવામાં જો મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમની યાદોને ભૂંસી નાખવા માંગતા હો, તો આ કાર્યને ખુલ્લેઆમ કરો.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...