નવી દિલ્હીઃ કોંગ્રેસે દેશના 71માં ગણતંત્ર દિવસના અવસર પર રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંધારણની કોપી મોકલી અને કટાક્ષ કરતા કહ્યું કે, જો તેમને 'દેશને વિભાજીત' કરવામાંથી સમય મળી જાય તો આને વાંચો. મુખ્ય વિપક્ષી પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ રોહન ગુપ્તા અનુસાર એમેઝોનના માધ્યમથી વડાપ્રધાનને બંધારણની કોપી મોકલવામાં આવી છે. તેની કિંમત 170 રૂપિયા છે અને પેમેન્ટ મોડ 'પે ઓન ડિલિવરી' છે એટલે કે પ્રાપ્તકર્તાએ પૈસા આપવા પડશે. આ કોપીને કેન્દ્રીય સચિવાલયના સરનામા પર મોકલવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે વડાપ્રધાનને બંધારણની કોપી મોકલવાની રશીદને શેર કરતા ટ્વીટ કર્યું, 'પ્રિય વડાપ્રધાન, તમારા સુધી બંધારણ ઝડપથી પહોંચી રહ્યું છે. તમને દેશના વિભાજન કરવામાંથી સમય મળે તો મહેરબાની કરીને તેને વાંચો.' વિપક્ષી પાર્ટીએ સીએએ કાયદાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...