2019 લોકસભા ચૂંટણીમાં કોઇ ચહેરા વગર સંયુક્ત વિપક્ષ ઉતરશે મેદાને: સુત્ર
રાયબરેલીમાંથી સોનિયા ગાંધી ચૂંટણી લડશે જો તેઓ નહી લડે તો પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવો કોંગ્રેસના વિશ્વસનીય સુત્રોનો દાવો
નવી દિલ્હી : આગામી લોકસભા ચૂંટણી પહેલા સપા-બસપા અને કોંગ્રેસનું ગઠબંધન ફાઇનલ થઇ ચુક્યું છે. ટુંકમાં જ સીટો પર પણ અંતિમ નિર્ણય થઇ જશે. ગઠબંધનનો દાવો છે કે ત્યાર બાદ યૂપીમાં ભાજપને 5થી વધારે સીટો નહી મળે. કોંગ્રેસનાં ટોપનાં સુત્રોએ જણાવ્યું કે, આ અંગે ત્રણેય દળોની વચ્ચે ઘણા સ્તરની વાતચીત થઇ ગઇ છે. વાતચીક અંગે કોંગ્રેસ અધ્યક્ષ પોતે પણ રાહુલ ગાંધી નજર રાખી રહ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે પાર્ટીને ગઠબંધનમાં સન્માનજનક સીટો મળશે અને તેઓ તેના કરતા ઘણુ વધારે હશે જેનો ક્યાસ મીડિયા લગાવી રહ્યુ છે.
સુત્રોએ જણાવ્યું કે, રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી લડશે અથવા તેનો નિર્ણય તેઓ પોતે કરશે. આ અંગે હાલ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને પુર્વ અધ્યક્ષની વચ્ચે વાત નથી થઇ.જો સોનિયા ગાંધી ચૂંટણી નહી લડે તો પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસનો દાવો છે કે આગામી ચૂંટણીમાં તે વડાપ્રધાન મોદીને સરકારને બહાર કરી દેશે. જો ભાજપને 230થી ઓછી સીટો મળશે તો નરેન્દ્ર મોદી કોઇ પણ રીતે વડાપ્રધાન નહી બની શક. ટોપનાં નેતાઓએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમાન વિચારધારા વાળા ગઠબંધન કરવા માટે તૈયાર છે, જો કે શિવસેના સાથે ગઠબંધનની કોઇ શક્યતા નથી, કારણ કે તેની વિચારધારા કોંગ્રેસથી અલગ છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી મળીને લડશે. કોંગ્રેસનો દાવો છે કે યુપી અને બિહારની 120 સીટો પર ભાજપ ખરાબ રીતે હારશે અને પાર્ટીને ભરોસો છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં તેની સરકાર બની રહી છે. સુત્રો અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ આ રાજ્યોમાં કોઇને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાનાં મુડમાં નથી.
ચૂંટણી મુદ્દે કોંગ્રેસના ટોપના નેતા ખુબ જ સ્પષ્ટ છે. પહેલું પગલું તમામ દળોને એક સાથે લાવવાનું છે. આ દરમિયાન સ્પષ્ટ છે કે જે રાજ્યોમાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષી દળ છે અથવા સત્તામાં છે, ત્યાં કોંગ્રેસ જ વધારે સીટો પર લડશે. જ્યારે બાકીનાં રાજ્યોમાં જ્યા કોંગ્રેસ નબળું છે ત્યાં બીજી પાર્ટીઓને વધારે સીટો મળશે. કોને કેટલી સીટો મળે છે, ત્યાર બાદ જ નિશ્ચિત કરવામાં આવશે કે વડાપ્રધાન કોંગ્રેસ દળનો હશે કે બીજા કોઇ દળનું.