કોંગ્રેસી તરીકે ઓળખાવવામાં પણ આવે છે શરમ, પ્રવક્તાએ આપ્યું રાજીનામું
કોંગ્રેસ પ્રવક્તા વિનોદ શર્માએ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધુ
પટના : બિહારમાં કોંગ્રેસ પ્રવક્તા વિનોદ શર્માએ પાર્ટી પર ગંભીર સવાલ ઉઠાવતા રાજીનામું આપી દીધું છે. વિનોદ શર્માએ કહ્યું કે, તેમને દેશહિતને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે કોંગ્રેસ પાર્ટી આતંકવાદીઓની વિરુદ્ધ એર સ્ટ્રાઇકનો પુરાવો માંગી રહ્યા છે. જે ક્યારે પણ દેશહિત સાથે જોડાયેલો ન હોઇ શકે. તેમણે હવે કોંગ્રેસી કહેવડાવવામાં પણ શરમ આવે છે. એટલા માટે પાર્ટી પહેલા દેશને માનતા તેમણે પોતાના પદ અને પાર્ટીના સભ્યપદથી રાજીનામું આપી દીધું.
PICS: આકાશ અને શ્લોકાના લગ્નમાં આવ્યા બ્રિટનનાં પૂર્વ PM, હસ્તીઓનો મેળો જામ્યો
વિનોદ શર્માએ પદ અને પાર્ટી પરથી રાજીનામું આપતા કોંગ્રેસ સતત બાલકોટમાં થયેલા આતંકવાદીઓની વિરુદ્ધ એરસ્ટ્રાઇકનાં પુરાવા માંગી રહી છે. જે ખોટી છે. એટલું જ નહી વિનોદ શર્માએ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આ અંગે પત્ર લખ્યો. જેમાં તેમણે એરસ્ટ્રાઇક પર પુરાવા માંગવાની વાતને ખોટી ઠેરવી હતી.
5 વર્ષમાં 3 વખત દુશ્મનનાં ઘરમાં ઘુસીને માર્યા, 2ની માહિતી જ આપીશ: રાજનાથ સિંહ
તેમણે પત્રમાં લખ્યું હતું કે તેમને કોંગ્રેસી કહેવડાવામાં પણ શર્મ આવી રહી છે. તેમણે એર સ્ટ્રાઇકનો પુરાવો માંગવો શરમજનક ગણાવ્યો અને એર સ્ટ્રાઇકના પુરવા માંગવાને સેનાના મનોબળ તોડનારુ ગણાવ્યું. વિનોદ શર્માએ કહ્યું કે, આવા જ કારણોથી આજે કોંગ્રેસની સ્થિતી ખરાબ થઇ રહી છે. લોકો હવે કોંગ્રેસને પાકિસ્તાની એજન્ડ સમજવા લાગ્યા છે.
ભારતીય પાયલોટ જોઇ રહ્યો હતો એડલ્ટ વીડિયો, અમેરિકાએ હવામાં જ કરી કાર્યવાહી
વિનોદ શર્માએ કહ્યું કે, છેલ્લા 30 વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું. તેમણે પાર્ટી માટે ઘણુ બધુ કર્યું છે. જો કે દેશહિતને જોતા તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, કોંગ્રેસે વિનોદ શર્માને હાલમાં જ જમ્બો કમિટીમાં પ્રવક્તા નિયુક્ત કર્યા હતા.
ખુલાસો: J&Kના જમાત એ ઇસ્લામીના હતા ISI સાથે સંબંધ, થશે કડક કાર્યવાહી
વિનોદ શર્માએ કહ્યું કે, રાહુલ ગાંધીના પત્ર લખ્યા બાદ પણ તેમણે કોઇ જવાબ નથી આપ્યો. તેના કારણે મને ખુબ જ દુખનો અનુભવ થાય. તેમણે કહ્યું કે, કોંગ્રેસની કાર્યકર્તા પણ ઇચ્છે છે કે પાર્ટી એવા નિવેદન નહી આપે. તેમણે પહેલા પણ પત્ર લખ્યો હતો પરંતુ કોઇ સંજ્ઞાન નથી લીધું. તેમણે એમ પણ કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ પણ આ અંગે વાત કરી. તેઓ સ્પષ્ટ નથી કહેતા પરંતુ તેઓ પણ ઇચ્છે છે કે પાર્ટીની તરફથી આ પ્રકારનાં નિવેદન આવ્યા.
ભારતીય ખેલાડીઓએ સેનાની કેપ પહેરી મેચ રમ્યા તો પાક.ને લાગ્યા મરચા, આપ્યું આવું નિવેદન
બીજી તરફ તેમણે આગળની રાહ મુદ્દે કહ્યું કે, મને જે પણ પાર્ટી રાષ્ટ્રહિત સાથે જોડાયેલી લાગશે તેમાં જોડાઇશ. પરંતુ એવું શક્ય છે કે હું સામાજિક કાર્યકર્તાની જેમ જ રહી શકું છું. હજી સુધી કોઇ પણ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવ્યો.