નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના તમામ તબક્કાના મતદાન પૂર્ણ થઈ ગયા અને હવે પરિણામની રાહ જોવાઈ રહી ચે. 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા આવેલા એક્ઝિટ પોલમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને બહુમતી મળતી દર્શાવાઈ રહી છે. આ એક્ઝિટ પોલના દાવાઓ વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા અને અખિલ ભારતીય કોંગ્રેસ  કમિટીના પેનલિસ્ટ શમા મોહમ્મદે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. હકીકતમાં શમા મોહમ્મદે ઉત્તર ભારતીય મતદારોને 'ઓછા ભણેલા ગણેલા અને સરળતાથી કોઈના પણ પક્ષમાં વળી જનારા' ગણાવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતનો ચૂંટણી પ્રચાર મને તીર્થ યાત્રા જેવો લાગ્યો: પીએમ મોદી 


શમા મોહમ્મદે એક ટીવી ડિબેટ દરમિયાન દાવો કર્યો કે ઉત્તર ભારતીય મતદારો ઓછા ભણેલા છે, જે મોદી સરકાર દ્વારા કરાયેલા પ્રચારથી સરળતાથી પ્રભાવિત થઈ ગયા અને સરળતાથી તેમની તરફ વળી ગયાં. તેમણે દાવો કર્યો કે ઉત્તર ભારતના મતદારો દક્ષિણ ભારતીયોની સરખામણીમાં ઓછા ભણેલા ગણેલા છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતના લોકોને વ્હોટ્સ એપના સંદેશાઓ અને બાલાકોટ એર સ્ટ્રાઈકની વાતોવાળા પ્રચાર દ્વારા સરળતાથી પ્રભાવિત થવાના સંકેત મળે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...