ભુવનેશ્વર : એક પછી એક બે ધારાસભ્યોનાં રાજીનામાથી કોંગ્રેસની સામે હવે ઓરિસ્સા વિધાનસભામાં મુખ્ય વિપક્ષી દળનો દરજ્જો ખોવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. રાજ્યની 147 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસનાં હાલ 13 ધારાસભ્યો છે. જે મુખ્ય વિપક્ષી દળનાં દરજ્જા માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યાથી 2 ઓઠું છે. નિયમો અનુસાર પાર્ટીને મુખ્ય વિપક્ષી દળનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે કુલ સીટોની ઓછામાં ઓછી 10 ટકા સીટો પ્રાપ્ત કરવાની હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાએ BJP સાથે ગઠબંધનના સંકેત આપ્યા, કહ્યું મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઇ

ઝારસાગુડા ધારાસભ્ય નાબા કિશોર દાસે કોંગ્રેસ છોડીને 24 જાન્યુઆરીના રોજ બીજુ જનતા દળ (બીજદ)નું દામન થામી લીધું હતું. તેમણે સોમવારે ઔપચારિક રીતે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષ પીકે અમાતે તેમનું રાજીનામું સ્વિકાર કરી લીધું. 


VIDEO: કર્ણાટકના પૂર્વ CM સિદ્ધારમૈયાએ મહિલા સાથે કરી અભદ્રતા, ચુંદડી ખેંચી લીધી

દાસે જણાવ્યું કે, કારણ કે હું બીજદમાં સમાવિષ્ટ થઇ ચુક્યા છુ, એટલા માટે કોંગ્રેસ ધારાસભ્ય તરીકે રહેવાનો મને કોઇ જ મૌલિક અધિકાર નથી. ગત્ત અઠવાડીયે સુંદરગઢનાં ધારાસભ્ય જોગેશ સિંહે પણ ધારાસભ્યપદ પરથી રાજીનામું આપ્યું હતું. અગાઉ કોંગ્રેસે તેને પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે સસ્પેન્ડ કરી દેવાયા હતા. તે અગાઉ કોંગ્રેસે તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે સસ્પેંન્ડ કરી દેવામાં આવ્યા હતા. ગત વર્ષે નવેમ્બરમાં કોરાપુરના ધારાસભ્ય કૃષ્ણા ચંદ્ર સાગરિયાએ પણ કોંગ્રેસનું રાજીનામું આપી દીધું હતું. લગભગ તે જ સમયે સમતા ક્રાંતિ દળનાં એક માત્ર ધારાસભ્ય જ્યોર્જ તિર્કીએ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. 


અમારી સરકાર આવશે તો દેશના દરેક નાગરિકને લઘુત્તમ વેતન આપીશું: રાહુલ ગાંધી

અગાઉ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીકાંત જેના પણ પાર્ટી છોડી ચુક્યા છે. તેઓ તો પાર્ટી હાઇકમાન્ડની વિરુદ્ધ ઝંડો પણ બુલંદ કરી ચુક્યા છે. તેમમે સ્પષ્ટ કહી દીધું છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના ખનન માફીયાની સાથે સંબંધ છે. જેનાએ આ સાથે જ ધમકી પણ આપી હતી કે તેઓ રાહુલ ગાંધી અંગે આવો ખુલાસો કરશે, જેમાં તેઓ કોઇને મોઢુ દેખાડવા લાયક નહી રહે.