આશુતોષ ચંદ્રા, પટણા: નવા અધ્યક્ષના સ્વાગત સમારોહ દરમિયાન કોંગ્રેસી નેતાઓના નિવેદને મહાગઠબંધનનો માહોલમાં ગરમાવો લાવી દીધો છે. મહાગઠબંધનના સહયોગી કોંગ્રેસ નેતાઓના નિવેદનોથી નારાજ જોવા મળી રહ્યાં છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસના નેતાઓએ સીટ શેરિંગના મુદ્દે નહીં ઝૂકવા અને મજબુરીમાં સમજૂતિ કરવાની વાત કરીને મહાગઠબંધનના સહયોગી પક્ષો પર સવાલ ઊભા કર્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ શ્યામ સુંદર સિંહ ધીરજનું નિવેદન તેમના સહયોગી  પક્ષોને લાગી આવ્યું છે. શુક્રવારે શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝાએ પણ કહ્યું હતું કે બિહાર કોંગ્રેસ હવે ન તો યાચકની ભૂમિકામાં રહેશે અને ન તો ટિકિટના મુદ્દે સહયોગીઓ સામે ઝૂકશે. બંને નેતાઓના નિવેદન પર મહાગઠબંધનમાં ખળભળાટ મચી ગયો. હકીકતમાં નવા અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષના સન્માનમાં સદાકત આશ્રમમાં સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 


કાર્યકર્તાઓના ઉત્સાહથી ઉત્સાહિત કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ સીટ શેરિંગમાં નહીં ઝૂકવા અને મજબુરીમાં મહાગઠબંધન કરવાની વાત કરીને પોતાના કાર્યકર્તાઓમાં જોશ ભરવાની જરૂર વાત કરી. પરંતુ આ કોશિશે તેમના સહયોગી પક્ષોને નારાજ કરી દીધા. આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ શિવાનંદ તિવારીની વાત માનીએ તો કોંગ્રેસી નેતાઓએ ચૂંટણી  પહેલા આવા નિવેદનોથી બચવું જોઈએ. 



કોંગ્રેસ ગઠબંધન મજબુરીમાં કરી રહી છે તો શું કામ કરી રહી છે તે કોંગ્રેસના નેતાઓ જ બતાવી શકે છે. આ બાજુ કોંગ્રેસ નેતાઓના નિવેદનથી શરદ યાદવની પાર્ટી પણ અસહજ થઈ ગઈ છે. પાર્ટીના નેતા ઉદય નારાયણ ચૌધરીએ કહ્યું કે વિપક્ષનું ધ્યાન હાલ નીતિશકુમાર અને નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવા પર હોવું જોઈએ, સીટ શેરિંગ કે બીજી વાતો પર નહીં.


બિહાર કોંગ્રેસના બદલાયેલા તેવરે સહયોગીઓને બેચન કરી દીધા છે. હવે સવાલ એ ઉઠી રહ્યાં છે કે કોંગ્રેસી નેતાઓના નિવેદનથી દુભાયેલા સહયોગીઓના વલણને જોઈને કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ બદલે છે કે પછી કોંગ્રેસ ખરેખર બિહારમાં ફેરફારના દોરમાં આવી ચૂકી છે.