નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુકના મુદ્દા પર હવે નિવેદનબાજી ચાલી રહી છે. બુધવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પત્રકાર પરિષદ યોજીને સફાઈ આપી હતી. તેમ છતાં આ મુદ્દો ગરમાયો છે. તેને જોતા પંજાબની કોંગ્રેસ સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે વાતચીત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનિયાએ ચન્નીને આપ્યો આદેશ
તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ વાતચીત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે ચન્ની પાસે આ મામલે જાણકારી લીધી અને કહ્યુ કે, પ્રધાનમંત્રીની સુરક્ષા મામલે કોઈ બેદરકારી ન હોવી જોઈએ. 


ચન્નીએ બનાવી કમિટી
ચન્નીએ સોનિયા ગાંધીને આશ્વાસન આપ્યુ કે, તેમણે આ મામલાની તપાસ માટે કમિટી બનાવી છે. 


આ પણ વાંચો- નવજોત સિંહ સિદ્ધુનું શરમજનક નિવેદન, PM Modi ની સુરક્ષામાં ચુકને ગણાવ્યું નાટક


શું છે ઘટના?
બુધવાર એટલે કે 5 જાન્યુઆરીએ પ્રધામંત્રી મોદી પંજાબના ફિરોઝપુર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરવાના હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે તેમને ત્યાં જવા માટે રોડ માર્ગનો  ઉપયોગ કરવો પડ્યો હતો. આ દરમિયાન પંજાબના હુસૈનીવાલામાં એક ફ્લાઈ ઓવર પર સીએમની સુરક્ષામાં ચુક જોવા મળી. સુરક્ષાને કારણે પ્રધાનમંત્રીએ પોતાનો પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો. 


એડીજીપીના પત્રથી મોટો ખુલાસો
એડીજીપીના પત્ર પ્રમાણે પંજાબ સરકારને કિસાનોના પ્રદર્શનની પહેલાથી જાણકારી હતી. એડીજીપીએ પંજાબ પોલીસને લખેલા પત્રમાં તે પણ કહેવામાં આવ્યું છે કે 5 તારીખે વરસાદના અનુમાનની સાથે કિસાનોના ધરણા છે, તેથી સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. 


આ પણ વાંચોઃ Corona: કંટ્રોલ રૂમ બનાવીને દર્દીની મદદ કરો, એમ્બ્યુલન્સ અને બેડની વ્યવસ્થા કરવામાં આવે, કેન્દ્રએ રાજ્યોને આપી સલાહ


પંજાબ સરકારના દાવાની પોલ ખુલી
તેનાથી સ્પષ્ટ છે કે પંજાબના એડીજીપી લો એન્ડ ઓર્ડરના પત્રથી પંજાબ સરકારના કાલના દાવાની પોલ ખુલી છે. મહત્વનું છે કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો હતો કે તેમની પાસે પીએમ મોદીના રોડ માર્ગે ફિરોઝપુર જવાની કોઈ જાણકારી નહોતી. સીએમ ચન્નીએ કહ્યુ હતુ કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ચુક થઈ નથી. 


રાષ્ટ્રપતિ કોવિંદે વ્યક્ત કરી ચિંતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબ યાત્રા દરમિયાન સુરક્ષામાં થયેલી ચુકને મામલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) એ ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube