નવી દિલ્હી : પોતાના વનલાઇનર્સ માટે લોકપ્રિય 'અમૂલ બોય'ને હવે ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થકોએ પ્રચારનું માધ્યમ બનાવ્યો છે. સોશિયલ મીડિયા અભિયાનમાં તે કોંગ્રેસને સમર્થન આપતી નજરે ચડી રહ્યો છે. 'અમૂલ બોય' લોકોને પોતાના અમૂલ્ય વોટનો ઉપયોગ બે દાયકાથી વધારે સમયથી ગુજરાતમાં સત્તા ભોગવી રહેલી ભાજપને હરાવવા માટે કરવાનું જણાવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૂલની સ્ટાઇલમાં બનેલા આ પોસ્ટ્રર્સની ખાસિયત એની ટેગલાઇન છે. પોસ્ટર નીચે 'કારણ કે તમારો વોટ બહુ અમૂલ્ય છે' જેવા મેસેજ વાંચવા માટે મળશે. આ પોસ્ટર પ્રચાર દરમિયાન અભિયાનમાં ઉતરેલા મોટાભાગના કલાકાર કેરળના છે.  આ તમામ કલાકારોનું માનવું છે કે ગુજરાતની લડાઈ કોર્પોરેટ વિરૂદ્ધ કો-ઓપરેટિવની છે. 


એક કલાકારે માહિતી આપી છે કે અમૂલ હંમેશા પોતાના વનલાઇનરને કારણે ચર્ચાનો વિષય બન્યું છે અને આને ધ્યાનમાં રાખીને અમૂલ બોયનો કોન્સેપ્ટ લોકો સામે મુકવામાં આવ્યો છે. આ અમૂલ બોય કોઈ વ્યક્તિગત હુમલો કર્યા વગર પોતાની વાત રજૂ કરે છે. કેરળના આર્ટિસ્ટો દ્વારા પ્રચાર અભિયાનમાં મોંઘવારીા, જીએસટી, નોટબંધી, ભ્રષ્ટાચાર અને રોજગાર જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.