જમ્મુ કાશ્મીરને સંકટમા નાખીને ઘડિયાળી આંસુ વહાવી રહ્યા છે શાહ: કોંગ્રેસ
પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો કે મોદી સરકારમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાને ત્રણ હજારથી વધારે વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે
નવી દિલ્હી : ગુલામ નબી આઝાદ અને સૈફુદ્દીન સોઝનાં નિવેદન મુદ્દે ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા રાહુલ ગાંધી પર હૂમલો કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે શનિવારે વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, શાહ પીડીપી સાથે અનૈતિક ગઠબંધન દ્વારા જમ્મુ કાશ્મીરને ગંભીર સંકટમાં નાખ્યા બાદ હવે ઘડિયાળી આંસુ વહાવી રહી છે. પાર્ટીનાં મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક નિવેદનમાં કહ્યું કે, પોતાનાં અનૈતિક ગઠબંધનથી જમ્મુ કાશ્મીરને ઉંડા સંકટમા નાખવા, સીમા પર અશાંતિની સ્થિતી પેદા થવા, ભ્રષ્ટાચાર, કુશાસન અને નકલી વચનો બાદ હવે અમિત શાહ જમ્મુના લોકોની સામે ઘડિયાળી આંસુઓ વહાવી રહ્યા છે.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે એક નિવેદનમાં કહ્યું કે, પોતાનાં અનૈતિક ગઠબંધનથી જમ્મુ - કાશ્મીરને ઉંડા સંકટમાં નાખવા, સીમા પર અશાંતિની સ્થિતી પેદા થવા, ભ્રષ્ટાચાર, કુશાસન અને નકલી વચનો બાદ હવે અમિત શાહ જમ્મુનાં લોકોની સામે ઘડીયાળી આંસુ વહાવી રહ્યા છે. સુરજેવાલાએ દાવો કર્યો કે મોદી સરકારમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાને ત્રણ હજારથી વધારે વખત સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો છે. તેમણે કહ્યું કે, ગત્ત ચાર વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા અલગ અલગ હૂમલામાં 381 જવાનો શહીદ થયા અને 240 સામાન્ય નાગરિકોનાં મોત થયા.
શાહે સાધ્યું હતું કોંગ્રેસ પર નિશાન
અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહે જમ્મુમાં એક જનસભા સંબોધિત કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું કે આજે સમગ્ર દેશ રાહુલ ગાંધીજી પાસેથી જાણવા માંગીએ છીએ કે આ કયો સંબંધ છે જે લશ્કર એ તોયબા અને ગુલામ નબી આઝાદનાં વિચાર એક સમાન થઇ જાય છે.