નવી દિલ્હી : કોંગ્રેસે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા મુદ્દે શુક્રવારે સરકાર પર શાબ્દિક ચાબખા વિંઝ્યા હતા. સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન જણાવે કે આ ષડયંત્રના સુત્રધાર કોણ છે ? પાર્ટી મુખ્ત પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે, એવુંલાગી રહ્યું છે કે ભાજપ બેંક ગોટાળાઓ કરનારાઓ સાથે પંખી ઉડે ફરરની રમત રમી રહી છે. ક્યારેક માલ્યા ઉડે ફરરર તો ક્યારે નીરવ ઉડે ફરર તો ક્યારેક ચોક્સી ઉડે ફરર હોય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરજેવાલે કહ્યું કે અમારી પાર્ટીના વરિષ્ઠ નેતા પીએલ પુનિયાએ જોયું કે સંસદના કેન્દ્રીય કક્ષમાં નાણામંત્રી અરૂણ જેટલી અને માલ્યા વચ્ચે વાતચીત થઇ હતી. આ અંગે વડાપ્રધાન અને નાણા પ્રધાનનું મૌન ઘણુ ભેદી છે અને ઘણી બાબતો તરફ દિશા નિર્દેશ પણ કરે છે. આ સરકાર ભાગેડુઓને ભગાવો, ભાગેડુઓને બચાઓ સુત્ર હેઠળ કામ કરી રહી છે. 

સુરજેવાલે દાવો કર્યો કે, આ મુદ્દે જો વડાપ્રધાન કાર્યવાહી નહી કરે તો સાબિત થશે કે ચોકીદાર હવે ભાગીદાર તો હતા જ પરંતુ હવે ગુનેગાર પણ છે. તેમણે કહ્યું કે, આવતા વર્ષે સત્તામાં આવશે તો કોંગ્રેસ માલ્યાને હાથકડી પહેરાવીને ભારત પરત લાવશે. 

જે પ્રકારે રહસ્યોદ્ધાટન થઇ રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે સરકારી એજન્સીઓ માલ્યાને ભગાવવા માટે પ્રયાસરત્ત હતી. નાણામંત્રીની ભુમિકા શંકાના ઘેરમાં છે. જેટલીએ 30 મહીનાઓ સુધી આ મુલાકાત અંગે એક પણ શબ્દ નથી કહ્યો. મોદી સરકારમાં કોણ એવો વ્યક્તિ છે જે જેને એસબીઆિ અને બીજી બેંકોને મજબુર કરી કે તેઓ માલ્યાનો પાસપોર્ટ જપ્ત કરવા માટે યોગ્ય સમયે કાર્યવાહી ન કરે અને કેસ દાખલ ન કરે. 

સુરજેવાલે કહ્યું કે, પુર્વ એટોર્ની નજરલ મુકુલ રોહતગીએ કહ્યું કે, માલ્યાને કોઇએ સલાહ આપી હતી કે તે દેશ છોડી ભાગી જાય. દેશ એ જાણવા માંગે છે કે માલ્યાને ભગાડનાર ષડયંત્રનો સુત્રધાર કોણ છે ? સીબીઆઇની ભુમિકા પણ ઘણી શંકાસ્પદ છે. હવે તે કમ્ફર્ટ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન બની ચુકી છે. ભાજપ ભ્રષ્ટાચાર મુક્ત નહી પરંતુ તપાસ મુક્ત છે.