નવી દિલ્હી : રાફેલની પુજા પર સવાલ ઉઠાવીને ઘેરાયેલી કોંગ્રેસ પાર્ટી માીટે હવે વધારે એક સંકટ પેદા થઇ ચુક્યું છે. બ્રિટનની લેબર પાર્ટીનાં નેતા જેરોમ કોબ્રિને કોંગ્રેસનાં એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત બાદ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. કોર્બિને કહ્યું કે, વિસ્તારમાં તણાવ ઘટે અને હિંસાનો સમયગાળો પુર્ણ થાય તે જરૂરી છે. જે અંગે ભાજપે પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે આ બેઠકમાં વિદેશી નેતા સાથે કયા મુદ્દે ચર્ચા કરી તે અંગે સ્પષ્ટતા આપવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર જમ્મુ કાશ્મીર વિવાદ આંતરિક મુદ્દો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી ચુકી છે. જો કે તેમ છતા પણ કોંગ્રેસ વારંવાર આંતરરાષ્ટ્રીય નેતાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યા કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્યુઆરીમાં થશે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ફેબ્રુઆરીમાં થશે મતદાનઃ સૂત્ર


કો-ઓપરેટિવ બેન્કના નિયમોમાં શિયાળુ સત્રમાં ફેરફાર શક્યઃ નિર્મલા સિતારમણ


બ્રિટનની લેબર પાર્ટીનાં નેતા જેરોમ કોર્બિને કહ્યું કે, ભારતીય કોંગ્રેસનાં નેતાઓ સાથેની બેઠક ખુબ જ સકારાત્મક રહી. અમે જમ્મુ કાશ્મીર વિવાદ અંગે પણ ચર્ચા કરી. હવે સમય પાકી ચુક્યો છેકે અહીં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ ઓછો થાય. હિંસા અને ડરનું વાતાવરણ પણ ખતમ થાય તે જરૂરી છે.


Jio ના નિર્ણયથી જનતા નાખુશ, ટ્વિટર પર ટ્રેંડ થયું #BoycottJio
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ ભારતમાં દર 40 સેકન્ડે થાય છે એક 'આપઘાત' !!!
જો કે સત્તાપક્ષ ભાજપે કોર્બિનનાં આ નિવેદનનો વિરોધ કરતા કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગી છે. ભય પેદા કરનારૂ ! કોંગ્રેસી નેતાઓ વિદેશી નેતાઓ સાથે શું વાત કરી તે અંગે નાગરિકો સ્પષ્ટતા ઇચ્છે છે ? દેશની જનતા કોંગ્રેસ પાર્ટીને તેમની આ દગાબાજી માટે આકરો જવાબ આપશે.​


વોટ બેંક માટે થઈને કોંગ્રેસ-NCPએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો: અમિત શાહ


વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ આ વર્ષની થીમ છે 'આપઘાતની રોકથામ', કારણ છે ઘણું મોટું....


આ બેઠકમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રેસિડેન્ટ કમલ ધાલીવાલ, જનરલ સેક્રેટરી ગુરમિંદર રંધાવા પણ હાજર હતા. ધાલીવાલ રાહુલ ગાંધીના ખુબ જ નજીકનાં નેતા છે. રાહુલ જ્યારે પણ બ્રિટન પ્રવાસે જાય છે કમલ સાથે મુલાકાત જરૂર કરે છે. આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર રાહુલ અને ધાલીવારની તસ્વીરો ખુબ જ વાઇરલ થઇ રહી છે.