નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના ઈન્ચાર્જ હરીશ ચૌધરીએ પૂર્વ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્દ અનુશાસનાત્મક કાર્યવાહીની માંગ કરી છે. સિદ્ધુ વિરુદ્ધ પાર્ટી વિરોધી ગતિવિધિઓ અને સતત નિવેદનબાજીને લઈને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. હરીશ ચૌધરીએ કહ્યુ કે આ પાર્ટીનો આંતરિક મામલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૌધરીએ કહ્યુ કે, અનુશાસનહીનતાને લઈને અમે નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખ્યો છે. ચૌધરીએ કહ્યુ, અમે વિનંતી કરી છે કે સિદ્ધુ પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવે કે કેમ તેની વિરુદ્ધ કાર્યવાહી ન કરવામાં આવે. 


સીએમ ભગવંત માનને ઈમાનદાર અને નાના ભાઈ ગણાવ્યા
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સિદ્ધુએ મુખ્યમંત્રી ભગવંત માનને ઈમાનદાર અને નાના ભાઈ ગણાવ્યા હતા. સિદ્ધુએ કહ્યુ હતુ કે પંજાબની જનતાએ પરિવર્તનની એટલા માટે તક આપી કારણ કે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીઓએ માફિયાઓ વિરુદ્ધ કોઈ પગલા ભર્યા નહીં. મારી લડાઈ માફિયાઓ વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન મારા નાના ભાઈ અને ઈમાનદાર છે. માનને જરૂર છે માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની. 


આ પણ વાંચોઃ Hanuman Chalisa Row: હજુ જેલમાં રહેશે સાંસદ નવનીત રાણા, જામીન પર હવે 4 મેએ આવશે ચુકાદો


અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ સિદ્ધુ નારાજ
હકીકતમાં પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદથી નવજોત સિંહ સિદ્ધુ નારાજ છે. તે પાછલા દિવસોમાં પંજાબ કોંગ્રેસના નવા પ્રમુખ અમરિંદર સિંહ રાજાના લગ્ન સમારોહમાં સામેલ થયા. પરંતુ તે નવા પ્રમુખ સાથે મંચ પર આવ્યા નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube