આજે કોંગ્રેસનું દેશવ્યાપી આંદોલન, યુપી-ઉત્તરાખંડમાં પણ થશે વિરોધ પ્રદર્શન
કર્ણાટકમાં ભાજપ સરકારના શપથ ગ્રહણના વિરોધમાં કોંગ્રેસ શુક્રવારે (18 મે)ના રોજ દેશભરમાં આંદોલન કરશે. યૂપીની રાજધાની લખનઉમાં પણ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરશે. હજરતગંજમાં ગાંધીજીની પ્રતિમા પાસે લગભગ 11 વાગે પ્રદર્શન થશે, જેનું નેતૃત્વ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર કરશે.
નવી દિલ્હી/લખનઉ: કર્ણાટકમાં ભાજપ સરકારના શપથ ગ્રહણના વિરોધમાં કોંગ્રેસ શુક્રવારે (18 મે)ના રોજ દેશભરમાં આંદોલન કરશે. યૂપીની રાજધાની લખનઉમાં પણ કોંગ્રેસ નેતા અને કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરશે. હજરતગંજમાં ગાંધીજીની પ્રતિમા પાસે લગભગ 11 વાગે પ્રદર્શન થશે, જેનું નેતૃત્વ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર કરશે. શાંતિપૂર્ણ રીતે યોજાનારા આ ધરણામાં કોંગ્રેસ નેતા કર્ણાટક ભાજપ સરકારના શપથ ગ્રહનો વિરોધ કરતાં જનતા વચ્ચે એ સંદેશો આપવા માંગે છે કે ભાજપ લોકતંત્ર અને સંવિધાનને નેવે મૂકી ફક્ત સત્તા પ્રાપ્ત કરવા માંગે છે. કોંગ્રેસના આંદોલનને જોતાં પોલીસ અને વહિવટીતંત્રએ પોતાની તૈયારીઓ કરી લીધી છે. તો બીજી તરફ ઉત્તરાખંડના બધા જિલ્લાઓ સહિત દેહરાદૂનમાં કોંગ્રેસ કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરશે અને માર્ચ કાઢીને પૂતળા દહન કરશે.
લખનઉના હજરતગંજમાં યોજાશે પ્રદર્શન
કોંગ્રેસ, પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરના નેતૃત્વમાં આ પ્રદર્શન યોજાશે. જાણકારી અનુસાર હજરતગંજમાં ગાંધી પ્રતિમા પાસે લગભગ 11 વાગે પ્રદર્શન યોજાશે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે.
દેહરાદૂનમાં પણ યોજાશે પ્રદર્શન
ઉત્તરાખંડના બધા જિલ્લાઓમાં કોંગ્રેસ પ્રદર્શન કરશે. તો બીજી તરફ દેહરાદૂનમાં કોંગ્રેસ કાર્યકર્તા વિરોધ પ્રદર્શનને લઇને પોલીસ સચેત છે. જાણકારી અનુસાર દેહરાદૂનમાં કોંગ્રેસ કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરશે અને માર્ચ કાઢીને પૂતળા દહન કરશે.
ભાજપ પર ઉભા કરશે સવાલ
કોંગ્રેસી નેતાઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રદર્શનનો હેતુ ભાજપનો ચહેરો જનતા સમક્ષ લાવવાનો છે. આ પ્રદર્શન દ્વારા તે જનતા વચ્ચે એ સંદેશો આપવા માંગે છે કે ભાજપ કયા પ્રકારે લોકતંત્ર અને સંવિધાન નેવે મુકીને ફક્ત સત્તા પ્રાપ્ત કરવા માંગે છે.