ગાંધીનગર: દેશમાં કોંગ્રેસ જનાધાર ગુમાવી રહી છે. લઘુમતિ સમુદાય અને એસસી અને એસટી એ કોંગ્રેસની પરંપરાગત વોટબેંક હોવા છતાં આ વોટબેંકને પણ કોંગ્રેસ સાચવી શકી નથી. જેનુ મુખ્ય ઉદાહરણ કોંગ્રેસને ગુજરાતમાં જોવા મળ્યું છે. અહીં વર્ષોથી એક હથ્થુ સાશન જાળવતી બેઠકો પર કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. જેને પગલે રાહુલની યાત્રા છતાં ભાજપે 56 બેઠકો પર જીતવા માટે વિશેષ ભાર મૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે એડવાન્સમાં પણ જીતને બદલે કેટલીક સીટો જીતવાનો લક્ષ્યાંક મૂક્યો હોય એમ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે દેશમાં કોંગ્રેસનો દબદબો હતો એ રાજ્યમાં આપ પણ મજબૂત થતાં 2ની લડાઈમાં ભાજપને સીધો ફાયદો થશે એમાં કઈ શંકાને સ્થાન નથી.


અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, આ તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે વરસાદ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારને પગલે સફાળી જાગેલી કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં આવી સ્થિતી ના સર્જાય એ માટે કમર કસી છે.  ગુજરાતમાં કોંગ્રેસની અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત બેઠકો પર પણ ખરાબ રીત હાર થઈ છે. એસસી અને એસટી મતદારો પરંપરાગત રીતે કોંગ્રેસની મતબેંક મનાય છે ત્યારે તેમના જ વિસ્તારમાં કોંગ્રેસની હારથી કોંગ્રેસમાં ચિંતા છે.


ફોન પર કપડાં ઉતાર્યાને છોકરી 2.69 કરોડ ખંખેરી ગઈ, અમદાવાદના બિઝનેસમેનને ભારે પડ્યો..


લોકસભાની ચૂંટણીમાં આ સ્થિતી ટાળવા કોંગ્રેસે એસસી-એસટી માટે અનામત બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઓછા માર્જિનથી હારેલી ૧૨૧માંથી એસસી-એસટી માટે અનામત ૫૬  બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. 


હેલ્મેટ ન પહેરતા હોવ તો આજથી શરૂ કરી દો, ગુજરાત હાઈકોર્ટ સરકાર પર થઈ લાલઘુમ


કોંગ્રેસ 'લીડરશીપ ડેવલપમેન્ટ મિશન' ના ભાગરૂપે એસસી, એસટીનું વર્ચસ્વ હોય એવી બેઠકો પર અત્યારથી એવા નેતાઓને તૈયાર કરશે કે જેમની પાસે પક્ષને મદદ કરવા માટે યોગ્ય કૌશલ્ય અને જન આધાર છે. આ ૫૬ બેઠકો પર સીધો ભાજપ સાથે મુકાબલો છે. આ બેઠકો પર જીતવા માટે કોંગ્રેસે એડવાન્સમાં તૈયારીઓ કરી છે.