કોંગ્રેસે રતન તાતા-માધુરીને લખ્યો પત્ર, કહ્યું- `BJPના જુઠ્ઠાણા પર વિશ્વાસ ન કરો`
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પોતાના `સંપર્કથી સમર્થન` અભિયાન હેઠળ બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત નેને અને ઉદ્યોગપતિ રતન તાતાને મળ્યાં.
મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પોતાના 'સંપર્કથી સમર્થન' અભિયાન હેઠળ બુધવારે બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત નેને અને ઉદ્યોગપતિ રતન તાતાને મળ્યાં. તેના બીજા જ દિવસે ગુરુવારે મુંબઈ આ બંને હસ્તીઓને 'ભાજપના જુઠ્ઠાણા' પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી નાખી. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમે પત્ર લખીને તાતા અને માધુરીને ભાજપ સરકારનું સત્ય સમજવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. તેમણે પત્રમાં લખ્યું કે રતન તાતા હું તમને વિનંતી કરું છું કે તમે સત્ય સમજવાની કોશિશ કરો અને અમિત શાહના જુઠ્ઠાણા પર વિશ્વાસ ન કરો.
નિરુપમે રતન તાતાને યાદ અપાવ્યું
કોંગ્રેસ નેતા સંજય નિરુપમે કહ્યું કે હું તમને એક પુસ્તિકા મોકલી રહ્યો છું, જે તમને સ્પષ્ટ રીતે દર્શાવશે કે ભાજપ ગત ચાર વર્ષમાં દેશના લોકોની ભલાઈ માટે કશું કરી શક્યો નથી. નિરુપમે રતન તાતાને એ પણ યાદ અપાવ્યું કે કઈ રીતે તેમણે જીવનભર ધર્મનિરપેક્ષ તાકાતોને સમર્થન આપ્યું છે અને બીજી બાજુ ભાજપે સ્પષ્ટ રીતે દેશના ધર્મનિરપેક્ષ તાણા વાણાને બરબાદ કર્યા છે.
નિરુપમે માધુરીને પણ લખ્યો પત્ર
નિરુપમે માધુરી દીક્ષિતને લખેલા પત્રમાં કહ્યું કે એક કલાકાર તરીકે તમે સમજી શકો છો કે રચનાત્મક ક્ષેત્રમાં કઈ રીતે લોકો એક સાથે કામ કરે છે અને ભાજપના શાસનમાં તેના ઉપર પણ પ્રહારો કરવામાં આવ્યાં. આપણે સાથે મળીને આ તાકાતોને આગળ વધતી રોકવી જોઈએ. તેમણે બંનેને લખેલા પત્રમાં કહ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. પછી ભલે તે આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક સૌહાર્દની વાત હોય કે આંતરરાષ્ટ્રીય સંબંધ હોય, તેમણે હવે પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે નવા નવા જુમલા રચીને એક વર્ષ પસાર કરવાનું છે.
અમિત શાહના 'નવા સંપર્કો'થી 2019માં નવો ભાજપ જોવા મળશે
ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ અઠવાડિયાથી સમર્થન માટે મહાસંપર્ક અભિયાન શરૂ કરીને ભાજપના ચૂંટણી અભિયાનને નવી દિશા આપી છે. આ અભિયાનની સૌથી સરસ વાત એ છે કે સત્તા પ્રતિભાને પોતાના દરબારમાં નથી બોલાવતી પરંતુ પોતે તેમના દ્વારે જઈ રહ્યાં છે. આ એક એવી પહેલ છે જે લોકોના મનને સ્પર્શનારી છે અને તેમના અહમને સંતુષ્ટ કરનારી છ