નવી દિલ્હી : દિલ્હીમાં રવિવાર 17 ફેબ્રુઆરીએ ભારતીય જનસંચાર સંસ્થા (આઇઆઇએમસી) હેડ ઓફીસમાં એલમનાઇ એસોસિએશનનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ- કનેક્શન્સ 2019 આયોજીત થયો હતો. ભારતીય જનસંચાર સંસ્થા મુખ્યમથક ખાતે રવિવારે કનેક્શન 2019ની રાષ્ટ્રીય મીટની શરૂઆત બાદ દેશ અને વિશ્વની 15 કરતા પણ વધારે શહેરોમાં ચેપ્ટર લેવલની મીટિંગનુ પણ આયોજન થયું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, આ શહેરોમાં મહારાષ્ટ્રનું મુંબઇ, ઓરિસ્સાનું ભુવનેશ્વર, ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ, બિહારની રાજધાની પટના, રાજસ્થાનની રાજધાની જયપુર, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ, છત્તીસગઢની રાજધાની રાયપુર, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા, પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢ, સિંગાપોર ઉપરાંત બાંગ્લાદેશની રાજધાની ઢાકાનો પણ સમાવેશ થાય છે. 

નેશનલ મીટમાં પત્રકારત્વ, ડિજીટલ, જાહેરાત, જનસંપર્ક, બ્રાન્ડિંગનાં 35 પ્રોફેશનલ્સને ઇફ્કો ઇમકા એવોર્ડ 2019થી નવાજવામાં આવ્યા હતા. જેમાં ટ્રોફી અને સર્ટિફિકેટ ઉપરાંત 21000 રૂપિયાથી માંડીને 51 હજાર રૂપિયા સુધીની રોકડ રકમનો પણ સમાવેશ થાય છે. દિલ્હીમાં આયોજીત થનારા રાષ્ટ્રીય મીટ બાદ આઇઆઇએમસી મુખ્યમથકમાં જ મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રસિદ્ધ શાયર વસીમ બરેલવી અને નવાઝ દેવબંદી, ગજેન્દ્ર સોલંહી અને પ્રવીણ શુક્લાએ પણ ભાગ લીધો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઇમકા એવોર્ડની શરૂઆત 2014માં દિલ્હીથી થઇ હતી. ધીરે ધીરે તેનો વિસ્તાર થતો ગયો અને અન્ય રાજ્યોમાં પણ એવોર્ડ સમારંભનું આયોજન થવા લાગ્યું હતું.