મહારાષ્ટ્ર: 400 વર્ષ જૂના પ્રસિદ્ધ મંદિરના મહાપ્રસાદમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર, થયો ચોંકાવનારો ખુલાસો
આ વર્ષની શરૂઆતમાં ઈસ્લામિક સ્ટેટ સાથે સંપર્કના શકમાં મહારાષ્ટ્રથી પકડાયેલા 10 લોકોની થયેલી પૂછપરછ બાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટો ખુલાસો કર્યો છે. પકડાયેલા લોકોની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે આ ટુકડીમાં સામેલ સંદિગ્ધ તલ્હા પોટ્રિકે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ મુંબ્રેશ્વર મંદિરના મહાપ્રસાદમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર રચ્યું હતું.
વિશાલ સિંહ, મુંબઈ: આ વર્ષની શરૂઆતમાં ઈસ્લામિક સ્ટેટ સાથે સંપર્કના શકમાં મહારાષ્ટ્રથી પકડાયેલા 10 લોકોની થયેલી પૂછપરછ બાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટો ખુલાસો કર્યો છે. પકડાયેલા લોકોની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે આ ટુકડીમાં સામેલ સંદિગ્ધ તલ્હા પોટ્રિકે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ મુંબ્રેશ્વર મંદિરના મહાપ્રસાદમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર રચ્યું હતું.
રામપુર: જૌહર યુનિવર્સિટીનો ગેટ તૂટશે, કોર્ટે આઝમ ખાનને 3 કરોડથી વધુ રકમનો દંડ ફટકાર્યો
એટીએસ દ્વારા સોમવારે આ મામલે દાખલ થયેલી ચાર્જશીટમાં કહેવાયું છે કે સંદિગ્ધોએ ચારસો વર્ષ જૂના મુંબ્રેશ્વર મંદિરના મહાપ્રસાદમાં ઝેર ભેળવવાનું કાવતરું રચ્યું હતું. આ કાવતરાને ડિસેમ્બરમાં મંદિર પરિસરમાં થયેલી શ્રીમદ ભાગવત કથા દરમિયાન અંજામ આપવાની કોશિશ કરાઈ હતી. પરંતુ તેમાં તેઓ સફળ થઈ શક્યા નહીં. એટીએસએ એવો પણ દાવો કર્યો કે પકડાયેલા સંદિગ્ધ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકની વિચારધારાથી પ્રભાવિત હતાં.
જે દિવસે આ ષડયંત્રને અંજામ આપવાનો હતો તે દિવસે મહાપ્રસાદને 40,000થી વધુ લોકોએ ખાધો હતો. દહેશતગર્દોએ કાવતરું રચ્યું હતું કે મહાપ્રસાદમાં ઝેર ભેળવીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હત્યા કરી શકાય. એટીએસએ આ મામલે ચાર્જશીટ દાખલ કરતા તમામ સંદિગ્ધોની ઓળખાણ રજુ કરી છે જેમાંથી 9 વયસ્ક અને એક સંદિગ્ધ સગીર છે.
જુઓ LIVE TV