LIVE: 70મા સંવિધાન દિવસ પર સંસદની સંયુક્ત બેઠક, PM મોદીએ કહ્યું- 26 નવેમ્બર ભારત માટે ઐતિહાસિક દિવસ
70મા સંવિધાન દિવસ (70th constitution day)ના અવસર પર સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં લોકસભા, રાજ્યસભાના સાંસદોને સંબોધિત કરતાં કહ્યું કે આ અવસર પર સંસદને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે 26 નવેમ્બર ભારત માટે ઐતિહાસિક દિવસ છે.
નવી દિલ્હી: 70મા સંવિધાન દિવસ (70th constitution day)ના અવસર પર સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં લોકસભા, રાજ્યસભાના સાંસદોને સંબોધિત કરતાં કહ્યું કે આ અવસર પર સંસદને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે 26 નવેમ્બર ભારત માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું કે કેટલાક દિવસો કેટલાક પ્રસંગો એવા હોય છે જે આપણા સંબંધોને મજબૂતી પુરી પાડે છે. સારું કામ કરવાની દિશા બતાવે છે. મુંબઇ હુમલાને યાદ કરતાં તેમણે કહ્યું કે 26 નવેમ્બરના રોજ થોડું દુખ પણ થાય છે. આજના દિવસે આતંકવાદીએ મુંબઇ પર હુમલો કર્યો હતો.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે 7 દાયકા પહેલાં આ સેંટ્રલ હોલમાં આસ્થા વિશ્વાસ સંકલ્પોની ચર્ચા થઇ. આ સદન જ્ઞાનનો મહાકુંભ હતો. સપનાઓને શબ્દોમાં મઢવાનો પ્રયત્ન થયો હતો. તેમણે કહ્યું કે આજના દિવસે હું તમામ લોકોને યાદ કરું છું. નમન કરું છું.
વડાપ્રધાને બાબા સાહેબે આંબેડકરને યાદ કરતાં કહ્યું કે આંબેડકરે 25 નવેમ્બરના રોજ દેશને યાદ અપાવ્યું હતું કે ભારત દેશ પહેલીવાર 1947માં આઝાદ થયો અથવા ગણતંત્ર બન્યો એવું નથી કે ભારત પહેલાં પણ આઝાદ હતો. બાબા સાહેબે દેશને ચેતવતાં પૂછ્યું હતું કે આઝાદી તો મળી ગઇ પરંતુ શું તેને જાળવી રાખી શકશો?
વડાપ્રધાને કહ્યું કે ગત 7 દાયકામાં સંવિધાનની ભાવનાને અક્ષુણ રાખવા માટે વિધાનસભાની કારોબારીને નમન કરું છું. હું 130 કરોડ ભારતવાસી સામે નમન કરું છું. હું સંવિધાને હંમેશા પવિત્ર ગ્રંથ GUIDING LIGHT ગણ્યો. તેમણે કહ્યું કે આપણું સંવિધાન, આપણા માટે સૌથી મોટો અને પવિત્ર ગ્રંથ છે. આ એક એવો ગ્રંથ છે જેમા6 આપણા જીવનની, સમાજની, આપણી પરંપરાઓ અને માન્યતાઓનો સમાવેશ થાય છે અને નવા પડકારોનું સમાધાન પણ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube