નવી દીલ્હી: આવનારા સમયમાં હાલના ગર્ભનિરોધક (Contraception) ઉપાયો વગર પણ પ્રેગનેન્સી રોકી શકાશે. બની શકે કે કોન્ડોમ, કૉપર-ટી કે અન્ય માધ્યમનો જરૂર જ ન પડે. આ શક્ય બનશે શરીરમાં મળી આવનારી ખાસ પ્રકારની એન્ટીબોડી (Antibodies)થી. આ એન્ટીબોડીથી એક ખાસ પ્રકારની દવા બનાવવાની તૈયારી છે. જેનાથી અનિચ્છનીય ગર્ભથી છૂટકારો મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેલ-ફીમેલ બંનેમાં હોય છે આ એન્ટીબોડી
ખાસ વાત એ છે કે આ એન્ટીબોડી મેલ અને ફીમેલ બંનેમાં હોય છે. સાયન્સ ટ્રાન્સલેશનલમાં પબ્લિશ થયેલા એક સ્ટડી મુજબ આ એન્ટીબોડી એક પ્રકારે સ્પર્મ (Sperm)નો 'શિકાર' કરે છે. એટલે કે સ્પર્મને શરીરના કોઈ હિસ્સામાં એન્ટ્રી કરતા રોકરવામાં કારગર છે. 


કેવી રીતે બનશે ગર્ભનિરોધક દવા
સ્ટડી મુજબ શરીરમાં રહેલી એન્ટીબોડીથી ગર્ભનિરોધક દવા બનાવવામાં આવી શકે છે. આ એન્ટીબોડીથી ગર્ભનિરોધક દવા બનાવવા માટે વૈજ્ઞાનિકોએ કેટલાક એક્સ્ટ્રા એન્ટીજન બાંધનારા  ફ્રેગમેન્ટ્સનો ઉપયોગ કર્યો, જેનાથી એન્ટી સ્પર્મ એન્ટીબોડીની ક્ષમતા 10 ગણી વધુ ગઈ. 


ઘેટા પર કરાયો પ્રયોગ
શોધકર્તાઓએ નવી ગર્ભનિરોધક દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલી એન્ટીબોડીનો પ્રયોગ ઘેટીની Vagina માં કરવામાં આવ્યો. ત્યારબાદ જાણવા મળ્યું કે તેના શરીરમાં સ્પર્મને રોકનારી એન્ટીબોડી સંપૂર્ણ રીતે કારગર રહી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube