અસમના CM નો રાહુલ ગાંધીને સવાલ- `શું અમે ક્યારેય પુરાવો માંગ્યો છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો`, કોંગ્રેસ ભડકી
ઉત્તરાખંડની ચૂંટણી રણભૂમિમાં પોતાને બીજા કરતા સારા સાબિત કરવામાં લાગેલા નેતાઓમાં શાબ્દિક જંગ ચાલુ છે. આ જંગમાં હવે અસમના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ કઈક એવું કહી નાખ્યું કે હંગામો મચી ગયો છે.
દહેરાદૂન: ઉત્તરાખંડની ચૂંટણી રણભૂમિમાં પોતાને બીજા કરતા સારા સાબિત કરવામાં લાગેલા નેતાઓમાં શાબ્દિક જંગ ચાલુ છે. આ જંગમાં હવે અસમના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ કઈક એવું કહી નાખ્યું કે હંગામો મચી ગયો છે. કોંગ્રેસ અને તેના સમર્થકો સરમા પર નિશાન સાધી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે.
ભાજપ ઉમેદવાર માટે માંગી રહ્યા હતા મત
અસમના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા ઉત્તરાખંડમાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં જનસભા સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું. હેમંતાએ રાહુલ ગાંધી વિશે કહ્યું કે શું અમે ક્યારેય પ્રુફ માંગ્યું છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો કે નહીં? સીએમના આ નિવેદનની કોંગ્રેસે આકરી ટીકા કરી છે.
સર્જિકલ સ્ટ્રાઈકની વાત રાહુલ પર પહોંચી
કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મુખ્યમંત્રી પર પલટવાર કરતા કહ્યું કે આ હેમંતાના છીછરાપણા અને છીછરા વિચારનો પુરાવો છે. અસમના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા, તેમની મેન્ટાલિટી જુઓ, જનરલ બિપિન રાવત આપણા દેશનું ગૌરવ હતા, તેમના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી પરંતુ રાહુલ ગાંધી કહે છે કે પુરાવો આપો. શું અમે ક્યારેય પુરાવો માંગ્યો છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો કે નહીં?
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube