Raja Pateriya Statement on PM Modi: કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાનું એક અત્યંત વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ  કથિત રીતે 'પીએમ મોદીની હત્યા' અંગે વાત કરી રહ્યા છે. આ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પૂર્વ મંત્રીના આ વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ મામલે પોલીસ FIR કરી રહી છે અને કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રાનો ઢોંગ કરનારાઓની અસલિયત સામે આવી ગઈ છે. પીએમ મોદી જનતાના હ્રદયમાં વસે છે.  કોંગ્રેસી પીએમ મોદી જોડે મેદાનમાં મુકાબલો નથી કરી શકતા તો કોંગ્રેસના એક નેતા પીએમ મોદીની હત્યાની વાત કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ પૂર્વ મંત્રી રાજા પટેરિયા પર પ્રહાર કરતા કહ્યું કે રાજા પટેરિયાના પીએમની હત્યા માટે જનતા અને કોંગ્રેસ કાર્યકરોને ઉક્સાવવા અત્યંત ગંભીર અને નિંદનીય છે. શું હાલમાં જ મધ્ય પ્રદેશથી નીકળેલી રાહુલ ગાંધીની 'ભારત તોડો યાત્રા'માં આ ષડયંત્રની તૈયારી થઈ? તેની તપાસ થવી જોઈએ. 


રાજા પટેરિયાનો કથિત રીતે જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ પન્નાના પવઈમાં કેટલાક કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કરી રહ્યા છે. તેઓ કહેતા નજરે ચડે છે કે દેશનું બંધારણ બચાવવું હોય, આદિવાસીઓને સુરક્ષિત કરવા હોય તો 'મોદીની હત્યા' માટે તૈયાર રહો. તેમણે કહ્યું કે આપણા દેશના રાજકારણમાં હવે સામંજસ્ય અને ભાઈચારાનો સમન્વયનો દૂર દૂર સુધી નાતો રહ્યો નથી. જો કે પછી તેમણે આ હત્યાનો અર્થ ચૂંટણીમાં હરાવવા એમ જણાવ્યું. 


ભાજપના નેતાઓએ શેર કર્યો વીડિયો
ભાજપના નેતા રાજપાલ સિંહ સિસોદિયાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો. જેમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયા કોંગ્રેસ કાર્યકરોને ભાષણ આપી રહ્યા છે અને પીએમ મોદી વિરુદ્ધ ભડકાવતા નજરે ચડે છે. તેમણે લખ્યું છે કે આ છે અસલ ચહેરો..પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા રાજા પટેરિયા મોદીજીની હત્યાનું નિવેદન આપી સમાજને વિભાજિત કરી ભડકાઉ ભાષણ આપી રહ્યા છે. આ ઉપરાંત અન્ય એક ભાજપ નેતા શેહજાદ પુનાવાલાએ પણ ટ્વિટર પર  વીડિયો શેર કર્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube