બુલઢાણા (મહારાષ્ટ્ર): લગ્નમાં ખુશીનો માહોલ હોય છે અને ખુબ ડાન્સ કરવામાં આવે છે. પરંતુ ક્યારેક વધુ પડતો ડાન્સ મોંઘો પડી શકે છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં મલકાપુર પાંગ્રા વિસ્તારમાં 22 એપ્રિલે એક લગ્ન સમારોહ હતો. લગ્નનો સમય સાંજે 4 કલાકનો હતો. લગ્નની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હતી. લગ્ન માટે વાજતે-ગાજતે જાન નિકળી હતી. પરંતુ જાનમાં આવેલા લોકો ઉત્સાહમાં એટલું નાચવા લાગ્યા કે સ્થળ પર પહોંચ્યા તો રાત્રે 8 વાગી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને પક્ષ આમને-સામને આવી ગયા
આ વાતને લઈને બંને પક્ષ વચ્ચે ઝગડો થઈ ગયો. વાત એટલી આગળ વધી કે મારામારી પણ થવા લાગી. કન્યા પક્ષનો આરોપ છે કે વરરાજાએ દારૂ પીધો હતો. જો હવે દરવાજા પર જાન આવી હોય અને લગ્ન ન થાય તો મોટી વાત ગણાય. તેવામાં ગામ લોકો ભેગા થયા અને જાનમાં આવેલા અન્ય એક યુવક સાથે યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા. 


બીજા યુવક સાથે કરાવ્યા યુવતીના લગ્ન
યુવતીના પિતા ગજાનન ગવઈએ કહ્યુ કે, જાનમાં આવેલા લોકો નાચવા-ગાવામાં વ્યસ્ત હતા. 4 વાગ્યાનું મૂહૂર્ત હતું પરંતુ તે 8 વાગે પહોંચ્યા. એટલે અમે અમારી દીકરીના લગ્ન બીજા યુવક સાથે કરાવી દીધા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube