શિરડી સાંઈ દરબારમાં દર્શન કરવા જવાના છો તો પહેલા વાંચી લો આ ખબર, નહિ તો પસ્તાશો
શિરડીમાં સાઈબાબાના જન્મ સ્થાનને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે, જેને લઈને આવતીકાલથી શિરડી (Shirdi) શહેર અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે તેવું શિરડીની ગ્રામ પંચાયતનું કહેવુ છે. દેશભરથી આવતા સાંઈ ભક્તોના શ્રદ્ધાળુઓને સાઈ બાબાના દર્શન તો કરવા મળશે, પણ શહેરમાં ખાવાપીવા તેમજ રહેવા માટે કોઈ સુવિધા નહિ મળે. મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) ના નિવેદન પછી શિરડીના લોકોમાં રોષ પ્રસર્યો છે. અગાઉ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પાથરી ગામમાં સભા સંબોધતા જાહેરાત કરી હતી કે, જ્યાં સાઈ બાબાનો જન્મ થયો તે સ્થળ એટલે કે પાથરીમાં 100 કરોડ રૂપિયાના વિકાસના કામ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ વિવાદિત નિવેદન પછી પાથરી ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ, પરંતુ શિરડીના લોકો રોષે ભરાયા છે. જ્યાં સુધી સીએમ પોતાનું નિવેદન પાછુ નહીં લે ત્યાં સુધી શિરડી બંધ રહેશે તેવું એલાન કર્યું છે.
અમદાવાદ :શિરડીમાં સાઈબાબાના જન્મ સ્થાનને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે, જેને લઈને આવતીકાલથી શિરડી (Shirdi) શહેર અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે તેવું શિરડીની ગ્રામ પંચાયતનું કહેવુ છે. દેશભરથી આવતા સાંઈ ભક્તોના શ્રદ્ધાળુઓને સાઈ બાબાના દર્શન તો કરવા મળશે, પણ શહેરમાં ખાવાપીવા તેમજ રહેવા માટે કોઈ સુવિધા નહિ મળે. મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) ના નિવેદન પછી શિરડીના લોકોમાં રોષ પ્રસર્યો છે. અગાઉ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પાથરી ગામમાં સભા સંબોધતા જાહેરાત કરી હતી કે, જ્યાં સાઈ બાબાનો જન્મ થયો તે સ્થળ એટલે કે પાથરીમાં 100 કરોડ રૂપિયાના વિકાસના કામ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ વિવાદિત નિવેદન પછી પાથરી ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ, પરંતુ શિરડીના લોકો રોષે ભરાયા છે. જ્યાં સુધી સીએમ પોતાનું નિવેદન પાછુ નહીં લે ત્યાં સુધી શિરડી બંધ રહેશે તેવું એલાન કર્યું છે.
ગુજરાતના આ દરવાજાથી કોઈ ભૂખ્યું પરત ફરતુ નથી, 200 વર્ષથી ક્રમ ભૂલાયો નથી
શિરડી ગ્રામ સભાએ ગઈકાલે યોજાયેલી બેઠકમા શનિવારથી અનિચ્છિતકાલીન શિરદી બંધનું આહવાન કર્યું છે. ત્યારે શિરડી બંધ રહેવાથી શ્રદ્ધાળુઓને ભારે તકલીફોનો સામનો કરવો પડશે. હકીકતમાં, રાજ્યના મુખ્મયંત્રી ઉદ્ધવ ઠાકરેએ બે દિવસ પહેલા પરભણી જિલ્લામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં ભાષણ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, સાઈબાબાના જન્મ સ્થાન પાથરીને વિકસીત કરવામા આવશે અને સરકાર તેના માટે 100 કરોડથી વધુ રૂપિયા ખર્ચ કરશે. પાથરી વિસ્તાર પરભણીમાં આવે છે અને તે શિરડીથી લગભગ 250 કિલોમીટર દૂર છે. અહીં પર સાંઈ જન્મ સ્થાન મંદિર પણ છે.
કિસીંગ સીનને કારણે ચર્ચાયુ ‘લવ આજકાલ’નું ટ્રેલર, આ તસવીરો જોઈ પસીનો છૂટી જશે
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પાથરીમાં એક જગ્યા છે, જે બાબાનું જન્મસ્થળ છે. જલ્દીમાં જલ્દી તેનું ભૂમિ પૂજન કરવામા આવશે. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર જલ્દીથી પાથરીને એક તીર્થ ક્ષેત્રના રૂપમાં વિકસિત કરશે.
મુખ્યમંત્રીના નિવેદન બાદ શિરડી ગામના લોકો ગુસ્સામાં આવી ગયા છે. તેઓ બાબાના જન્મ સ્થાનને લઈને થયેલ આ નિવેદનથી નારાજ છે. આ મામલાને લઈને શુક્રવારે ગ્રામ સભાની મીટિંગ બોલાવવામાં આવી હતી અને શનિવારથી શિરડી બંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બંધ અનિશ્ચિતકાળનો રહેશે. જોકે, ગામ લોકોનું કહેવુ છે કે, આ બંધનો બાબાના મંદિર પર કોઈ અસર નહિ પડે. મંદિર ખુલ્લુ જ રહેશે. જોકે, શિરડી બંધ રહેવાથી શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
આ VIDEO પણ ખાસ જુઓ...