નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. દેશના ઘણા રાજ્યોમાં સ્થિતિ કોરોનાને કારણે ખરાબ થઈ ગઈ છે અને હોસ્પિટલમાં પણ સુવિધા મળી રહી નથી. કોઈ જગ્યાએ બેડ તો ક્યાંક દવા અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. તેવામાં કોરોનાના વિકરાળ રૂપ અને લોકોને થઈ રહેલા મોત વચ્ચે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી તત્કાલ વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે કોરોના સંકટના મુદ્દા પર તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. આ પત્રમાં તેમણે આગળ કહ્યુ કે, કોરોના મહામારીને કારણે ઊભી થયેલા ગંભીર સ્થિતિમાં એક વિશેષ સત્ર બોલાવવુ જોઈએ જેથી દેશભરના સાંસદ પોતાના ક્ષેત્ર અને રાજ્યની સ્થિતિ વિશે જણાવી શકે, જેથી લોકોની મુશ્કેલી ઓછી કરવાનો રસ્તો શોધી શકાય. 


ફરી એકવાર ટળી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી, CWC એ કોરોના લહેરને કારણે લીધો નિર્ણય


છેલ્લા 4 દિવસથી આવતા હતા 4 લાખથી વધુ કેસ
છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આ અગાઉ છેલ્લા 4 દિવસથી સતત 4 લાખથી વધુ કેસ આવતા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 9 મી મેના રોજ 4.03 લાખ નવા કેસ અને 4092 લોકોના મોત થયા હતા. 8 મેના રોજ 4.01 લાખ નવા કેસ અને 4187 લોકોના મોત થયા હતા. જ્યારે 7મી મેના રોજ 4.14 લાખ નવા કેસ અને 3915 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે અગાઉ 6 મેના રોજ 4.12 લાખ નવા કોરોના કેસ આવ્યા હતા અને 3980 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube