નવી દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂરની પાસે સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત તેમના પત્ની મધુલિકા સહિત 11 જવાન શહીદ થયા હતા. આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. ઘટનાની થોડી કલાકો બાદ એક વીડિયો સામે આવ્યો હતો. આ ઘટનાના થોડા સમય પહેલાનો વીડિયો હોવાની વાત કહેવામાં આવતી હતી. હવે પોલીસે હેલીકોપ્ટરની વીડિયોગ્રાફી કરનાર વ્યક્તિનો મોબાઇલ ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિમાન ક્રેશ થયાં પહેલાનો વીડિયો
દુર્ઘટનાગ્રસ્ત વિમાનના ઘણા વીડિયો સામે આવ્યા છે. પરંતુ મોટાભાગના વીડિયો વિમાન ક્રેશ થયા બાદના હતા. પરંતુ એક વીડિયો સામે આવ્યો જેમાં જોવા મળી રહ્યું હતું કે વિમાન આકાશમાં ઉડી રહ્યું છે અને તેની બે-ત્રણ સેકેન્ડ બાદ તે વાદળોમાં ગુમ થઈ જાય છે અને પછી તે ક્રેશ થાય છે. દુર્ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે તે મોબાઇલ ફોન જેનાથી વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. 


આ પણ વાંચોઃ વારાણસીમાં PM સાથે થશે સુશાસન પર ચર્ચા, કાશીમાં હાજર રહેશે 11 રાજ્યોના CM  


શું છે સમગ્ર ઘટના
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે હેલીકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય રક્ષાકર્મીઓના મોત થયા હતા. સીડીએસ વેલિંગટનના ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં લેક્ચર આપવા જઈ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના થઈ હતી. હેલીકોપ્ટર લેન્ડિંગથી થોડી મિનિટ પહેલાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર એક હેલીકોપ્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દુર્ઘટના પહેલાનો છે. તેમાં હેલીકોપ્ટર સારી રીતે ઉડાન ભરતું જોવા મળી રહ્યું છે. પછી અચાનક તે વાદળોમાં ગુમ થઈ જાય છે. 


સૌથી સુરક્ષિત હેલીકોપ્ટર Mi-17 V-5
Mi-17 V-5 હેલીકોપ્ટરને ખુબ સુરક્ષિત માનવામાં આવે છે. તેથી તેનો પીએમ સહિત અન્ય વીવીઆઈપી ઉપયોગ કરે છે. તેમાં ડબલ એન્જિન હોય છે. તેવામાં સવાલ ઉઠવો યોગ્ય છે કે જો આ હેલીકોપ્ટર આટલું સુરક્ષિત છે તો આખરે દુર્ઘટના કેમ સર્જાય. શું આ દુર્ઘટનામાં ટેક્નીકલ ખામી કે કંઈ બીજું છે. તો જાણકારોનું માનવું છે કે કુન્નૂરમાં થયેલી આ દુર્ઘટનાનું કારણ ધુમ્મસ અને વાતાવરણ ખરાબ હોવું છે. જાણકારોનું કહેવું છે કે ટેક્નીકલ ખામીની આશંકા ખુબ ઓછી છે. પરંતુ દુર્ઘટનાનું સાચુ કારણ ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલી કોર્ટ ઓફ ઇન્ક્વાયરી બાદ સામે આવશે. આ સિવાય ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ, વેલિંગટન તમિલનાડુમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટિંગ સ્ટાફ પણ ઉડાન વિશે સીધી જાણકારી આપી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube