Corona Case In India: દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. દરરોજ કોવિડ-19 કેસની સંખ્યા છેલ્લા 24 કલાકમાં બમણી થઈને એક મહિનામાં પહેલી વખત 2000 થી વધારે થઈ ગઈ છે. સરકારી આંકડા અનુસાર કેરળમાં મહામારીથી થતી મોતની સંખ્યામાં પણ વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા દિવસથી વધ્યા કોરોનાના કેસ
તમને જણાવી દઈએ કે ગત વર્ષે દેશમાં એપ્રિલ મહિનામાં કોરોનાની મહામારીએ ખુબ જ તબાહી મચાવી હતી. એપ્રિલમાં દેશ વૈશ્વિક કોવિડ સંકટના કેન્દ્રમાં હતો. પરંતુ ત્યારથી સ્થિતિમાં સુધારો થયો છે અને હાલમાં માસ્ક પહેરવા સહિતની મોટાભાગની સાવધાનીઓને હટાવી દેવામાં આવી છે. પરંતુ થોડા દિવસથી દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે.


New Army Chief: લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે હશે આગામી સેના પ્રમુખ, CDS બનશે નરવણે?


દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વધ્યા પ્રતિબંધો
દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોરોનાને લઇને સાવધાનીઓ વધારી દેવામાં આવી છે. ભારતના સૌથી વધારે આબાદીવાળા રાજ્યના કેટલાક જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર સોમવારે કોરોનાના 2183 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે આ દરમિયાન 214 લોકોના મોત થયા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, કેરળે 13 એપ્રિલ બાદથી કોરોનાથી થતા મોતના આંકડા મોકલ્યા નથી. પાંચ દિવસના ગેપના કારણે મોતનો આંક્ડો આટલો વધારે દેખાઈ રહ્યો છે. આકંડામાં અચાનક ઉછાળાને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને કહ્યું કે, દરરોજ અને સાવધાનીપૂર્વક કોવિડના આંકડા મોકલવા ખુબ જ જરૂરી છે.


હું જાઉં છું, તું કોઈ બીજા સાથે લગ્ન કરી લેજે; પત્નીને મેસેજ કરી પતિએ ક્યો આપઘાત


અત્યાર સુધીમાં કોરોનાથી 5,22,000 લોકોના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 5,22,000 લોકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ કેટલાક વૈશ્વિક વિશેષજ્ઞોએ કહ્યું કે, ભારતમાં કોરોનાથી થતા મોતની સંખ્યા 40 લાખથી વધારે થઈ શકે છે. ભારત સરકાર આ અનુમાનોને વાંરવાર નકારી રહી છે. ભારત સરકારનું માનવું છે કે નાના દેશમાં મોતનું અનુમાન લગાવવા માટે ઉપયોગમાં લેવાતું ગણિતીય મોડલ પર વિશ્વાસ કરી શકાય નહીં. કેમ કે, ભારતની જનસંખ્યા ખુબ જ વધારે છે.


શું આ ચોથી લહેર છે? કેસ બેકાબુ... બાળકો પર વધ્યો ખતરો... જાણો શું કહે છે એક્સપર્ટ


કેટલાક રાજ્યોમાં વધ્યા કોરોનાના કેસ
કેરળ ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર અને હરિયાણામાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કેસમાં ત્રણ અંકોની વૃદ્ધી નોંધવામાં આવી છે. જો કે, હોસ્પિટલમાં ઓછા દર્દી દાખલ થઈ રહ્યા છે. મહામારી વિજ્ઞાની ચંદ્રકાન્ત લહરિયાએ કહ્યું કે, લોકોને વાયરસ સાથે રહેવાનું શીખવું પડશે અને અધિકારીઓએ તે સ્કૂલો બંધ ન કરવી જોઇએ જે તાજેતરમાં ખોલવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube