નવી દિલ્હીઃ દેશભરમાં એકવાર ફરી કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. તેવામાં લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારતમાં ત્રીજી લહેર આવશે? આ સવાલનો જવાબ કોવિડ-19ના નિષ્ણાંત પોત-પોતાની રીતે આપી રહ્યાં છે. આ વચ્ચે કેમ્બ્રિઝ યુનિવર્સિટીના પ્રોફેસર પોલ કટ્ટુમને અનુમાન લગાવ્યુ છે કે થોડા દિવસની અંદર ભારતમાં કોવિડ-19ના કેસોમાં મોટો વધારો થઈ શકે છે અને આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં ધ્યાન આપવા જેવી વાત છે કે કેમ્બ્રિઝની સ્ટડીમાં પહેલા તે દાવો કરવામાં આવ્યો હતો કે આ વર્ષે મે મહિનામાં ભારતમાં કોરોનાની બીજીલહેર આવી શકે છે. આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે 1.4 અબજ વસ્તીવાળા ભારતમાં ઓમિક્રોનના પ્રવેશ બાદથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.


ઝડપથી વધશે સંક્રમણ દર
મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રોફેસર કટ્ટુમનનું કહેવું છે કે થોડા દિવસમાં કે સંભવતઃ આ સપ્તાહની અંદર કોરોનાના નવા કેસ વધવા લાગશે. તેમણે તે પણ કહ્યું કે, તેનું અનુમાન અત્યારે લગાવવું મુશ્કેલ છે કે તેના દરમાં કેટલી તેજી હશે અને દરરોજ કેટલા કેસ સામે આવશે.


આ પણ વાંચોઃ મુંબઇમાં 24 કલાકમાં 2,500 નવા કેસ, મંગવારના મુકાબલે 82% કેસ વધ્યા


છ રાજ્યોમાં વધુ અસર
મહત્વનું છે કે કટ્ટુમન અને તેમની રિસર્ચ ટીમ વિશ્વભરના દેશોમાં કોવિડ ટ્રેકરનો અભ્યાસ કરે છે. હાલમાં તેણણે ભારતમાં છ રાજ્યોને મહત્વપૂર્ણ ચિંતાના રૂપમાં જોયા, જેમાં નવા કેસનો વૃદ્ધિ દર 5 ટકાથી વધુ હતો. ટ્રેકર પ્રમાણે આ ગંભીર સ્થિતિ ભારતના 11 રાજ્યો સુધી પહોંચી ગઈ છે.


કરી હતી બીજી લહેરની ભવિષ્યવાણી
મહત્વનું છે કે કેમ્બ્રિઝ ઈન્ડિયા ટ્રેકરે મે મહિનામાં દેશભરમાં કોરોનાની બીજી લહેરની ભવિષ્યવાણી કરી હતી. ઓગસ્ટમાં તે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી લોકોનું રસીકરણ નહીં થાય ત્યાં સુધી ભારતમાં કોરોનાનો પ્રકોપ રહેશે. 


ફેબ્રુઆરીમાં આવી શકે છે ત્રીજી લહેર
કેમ્બ્રિઝ યુનિવર્સિટીના પ્રોફેસર પોલ કટ્ટુમને કહ્યુ છે કે ભારતના 11 રાજ્યોમાં કોરોનાના વધતા કેસ ચિંતાનું કારણ છે. તેવામાં સંભવ છે કે આગામી થોડા દિવસમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. તેમનું કહેવું છે કે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં કોરોનાના રેકોર્ડ કેસ આવી શકે છે. તેને ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના રૂપમાં જોઈ શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube