નવી દિલ્લીઃ છેલ્લાં બે વર્ષ કરતા વધારે સમય વિતવા છતાં હજુ પણ કોરોના યથાવત છે. જોકે, ભારત માટે રાહતના સમાચાર એ છેકે, કોરોનાના કેસમાં અગાઉની સરખામણીએ સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશભરમાં સતત કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. પરંતુ એ સાથે જ જે બાબત ચિંતામાં વધારો કરે છે એ છે કોરોનાથી મૃત્યુઆંક. કોરોનાથી થતા મૃત્યુને કારણે હજુ પણ આ વાયરસ ચિંતાનો વિષય છે. પરંતુ હેલ્થ વિભાગ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સને ફોલો કરવામાં આવે તો હવેના વેરિયન્ટમાં કોરોના એટલો ઘાતક સાબિત નથી થઈ રહ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંકડાઓની વાત કરીએ તો, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન 66 દર્દીઓના મોત બાદ સંક્રમણથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 5,15,102 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ દર્દી ઘટીને 54,118 થઈ ગયા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. ત્રીજી લહેર આવ્યા બાદ બગડેલી સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. દેશભરમાં આજે કોવિડ સંક્રમણના (Corona Cases In India) 4,362 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 66 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં કોરોના વાઈરસના એક્ટિવ દર્દી ઘટીને 54,000 થઈ ગયા છે.


મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન 66 દર્દીઓના મોત બાદ સંક્રમણથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 5,15,102 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ દર્દી ઘટીને 54,118 થઈ ગયા છે. જે કુલ કેસના 0.13 ટકા છે. મંત્રાલયે જણાવ્યું કે રવિવારે ભારતમાં સંક્રમણથી 9,620 લોકો સાજા પણ થયા છે. ત્યારબાદ કોરોનાથી અત્યાર સુધી સાજા થનારા લોકોની સંખ્યા 4,23,98,095 થઈ ગઈ છે.


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે દેશમાં રવિવારે કોરોના વાઈરસ માટે 6,12,926 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે 77.34 કરોડ થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સમગ્ર દેશમાં અત્યાર સુધી 178.90 કરોડો કોરોના વેક્સિનના ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. ગઈ કાલે 4,80,144થી વધારે લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા. દેશમાં રિક્વરી રેટ હવે 98.68 ટકા થઈ ગયો છે. રાજયમાં ધીરેધીરે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને કોરોનાની સ્થિતિ થાળે પડી હોય તેવું લાગી રહ્યું છે. 6 માર્ચે રાજયમાં કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાને કારણે 01 દર્દીનું મોત (Death) થયું છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ એક્ટીવ કેસ 914 છે. જેમાં 06 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 908 દર્દી સ્ટેબલ સ્થિતિમાં છે. કોરોનાને કારણે રાજયમાં કુલ મૃત્યુઆંક 10,935 છે.