Corona Case Updates: દેશમાં કોરોનાના કેસ ઘટ્યાં, રિકવરી રેટ પણ સારો, મૃત્યુઆંક બન્યો ચિંતાનો વિષય
નવી દિલ્લીઃ દુનિયાભરમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. જેમાં ઓમિક્રોન જેવા નવા વેરિયન્ટે લોકોને પરેશાન કર્યા છે. જોકે, આ વાયરસ પહેલાંની સરખામણીએ ઓછો ઘાતક સાબિત થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને જેમણે કોરાનાથી બચવાની શરૂ લીધેલી છે તેમને આની અસર ઓછી થાય છે. ત્યારે હાલ ભારતમાં કોરોનાના કેસોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. પહેલાં કરતા રિકવરી રેટ પણ ખુબ સારો જોવા મળી રહ્યો છે. આ એક સારી બાબત છે. જોકે, બીજી તરફ કોરોનાથી વધતા જતાં મૃત્યુઆંકે ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં 102039નો ઘટાડો થયો છે. દેશમાં દૈનિક પોઝિટીવિટી દર 4.44 ટકા છે. રિકવરી રેટ હવે વધીને 96.95 ટકા થયો છે.
ભારતમાં આજે કોવિડ-19 ના 67000 થી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 1,241 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને 7.90 લાખ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1,67,882 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 4,11,80,751 થઈ ગઈ છે. તે જ સમયે, 67084 નવા કેસ આવ્યા પછી, દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 4,24,78,060 ને વટાવી ગઈ છે.
અહીં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,06,520 લોકોના મોત થયા છે. મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં 102039નો ઘટાડો થયો છે. દેશમાં દૈનિક પોઝિટીવિટી દર 4.44 ટકા છે. જ્યારે વિકલી પોઝિટીવિટી રેટ 6.58 ટકા છે. રિકવરી રેટ હવે વધીને 96.95 ટકા થઈ ગયો છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે, બુધવારે દેશમાં કોરોના વાયરસ માટે 15,11,321 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો હવે વધીને 74,61,96,071 થઈ ગયો છે.
ભારતમાં કોરોના વાયરસના ચેપના સક્રિય દર્દીઓ હાલમાં 7,90,789 છે, જે કુલ કેસના 1.86 ટકા છે. તે જ સમયે, દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 171.28 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. બુધવારે દેશમાં 46,44,382 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે 1,71,28,19,947 છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે ટ્વિટ કરીને લખ્યું, ‘યુવા ભારતનું ઐતિહાસિક પગલું. 15-18 વર્ષની વય જૂથના એક કરોડથી વધુ કિશોરોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 2 ફેબ્રુઆરીએ દેશમાં કોરોનાના 167,059 કેસ હતા અને 959 લોકોના મોત થયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 67084 નવા કેસ સામે આવ્યા છે અને 1,241 દર્દીઓના મોત થયા છે. મોટાભાગના મૃત્યુ કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે.