Covid-19 In India: દેશમાં ફરી ફેલાઈ રહ્યો છે કોરોના, જાણો શું છે કેસ વધારા પાછળના કારણો
Corona Cases In India: ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સોમવારે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, સાવચેતીના પગલા તરીકે, ઘણા રાજ્યોએ કોવિડ માર્ગદર્શિકા જારી કરી છે અને માસ્ક ફરીથી ફરજિયાત બનાવ્યા છે.
Covid-19: ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ ચેતવણી આપી છે કે કોવિડના કેસોમાં તાજેતરનો ઉછાળો બેદરકારી, ઓછુ પરીક્ષણ દર અને વાયરસના નવા પ્રકારના ઉદભવને કારણે છે. ન્યૂઝ એજન્સી ANIએ આ જાણકારી આપી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 5,676 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસની સંખ્યા વધીને 37,093 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 95.21 કરોડ સેકન્ડ ડોઝ અને 22.87 કરોડ બુસ્ટર ડોઝનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓના મોત થયા છે. જેમાંથી 6 દર્દીઓ કેરળના હતા.
આ પણ વાંચો:
શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
રાશિફળ 11 એપ્રિલ: આ રાશિઓનું ભવિષ્ય ચમકશે, મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા
ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય
હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન
આ પહેલા સોમવારે દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં સતત વધારાની સમીક્ષા કરવા અને તેમની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવચેતીના પગલા
દરમિયાન, સાવચેતીના પગલા તરીકે, ઘણા રાજ્યોએ કોવિડ માર્ગદર્શિકા જારી કરી છે અને માસ્ક ફરીથી ફરજિયાત બનાવ્યા છે. કેરળમાં, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને જીવનશૈલીના રોગોથી પીડિત લોકો માટે જાહેરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
હરિયાણા અને પુડુચેરીમાં આ પગલાં લેવામાં આવ્યા
હરિયાણા સરકારે જાહેર સ્થળોએ જ્યાં 100 થી વધુ લોકોનો મેળાવડો હોય, સરકારી કચેરીઓ, મોલ વગેરેમાં નાગરિકો માટે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. પુડુચેરીમાં, નાગરિકો માટે તાત્કાલિક અસરથી દરિયાકિનારા, રસ્તાઓ, ઉદ્યાનો અને થિયેટરો જેવા જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
Budh Gochar:આ રાશિના લોકો માટે વરદાન જેવા છે હવે પછીના દિવસો, થશે ધનલાભ અને મળશે સુખ
શું તમને પણ થાય છે ખુબ પરસેવો? આ રીતે મેળવો પરસેવા અને એની ગંધની રાહત
નિકોલસ પૂરનની તોફાની ઈનિંગ RCB ને ભારે પડી, રોમાંચક મેચમાં લખનઉની ટીમ જીતી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube