કોરોનાથી છેલ્લાં 24 કલાકમાં દેશમાં 338 લોકોના મોત, સામે આવ્યાં 28,591 નવા કેસ, કેરળમાં વાયરસનો કહેર
Coron Uapdates: દેશમાં હવે મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી મુજબ દેશભરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 28,591 નવા કેસ સામે આવ્યાં. આ સાથે જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં 34,848 દર્દીઓ કોરોનાથી સાજા થયા. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 338 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં હવે મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી મુજબ દેશભરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 28,591 નવા કેસ સામે આવ્યાં. આ સાથે જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં 34,848 દર્દીઓ કોરોનાથી સાજા થયા. જ્યારે છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 338 લોકોના મોત થયા છે.
24 કલાકમાં કોરોનાથી 34,848 લોકો થયા સાજા:
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં 34,848 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
કોરોનાથી અત્યાર સુધીમાં 4,42,655 લોકોના મોત:
આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 4,42,655 લોકોના મોત થયા છે.
કોરોનાની રસીના 73,82,07,378 ડોઝ આપવામાં આવ્યા:
ત્યારે દેશમાં અગાઉના દિવસોમાં કોરોના રસીના 73,82,07,378 ડોઝ આપવામાં આવ્યા છે.
કેરળમાં 24 કલાકમાં કોરોનાના 20,487 નવા કેસ:
તમને જણાવી દઈએ કે દેશના તમામ રાજ્યોની સરખામણીમાં દક્ષિણનું રાજ્ય કેરળ સૌથી વધુ કોરોના કેસ નોંધાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 20,487 નવા કેસ નોંધાયા છે. ત્યારે 181 લોકો મૃત્યુ પામ્યા છે.