પોલીસની મોટી કાર્યવાહી: 101 દિવસ બાદ ખાલી થયો શાહીન બાગ, 9 લોકો અટકાયતમાં
કોરોના વાયરસ વિરુદ્ધની લડતમાં આજે આખો દેશ એકજૂથ થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તેના ચેપને ફેલાતો અટકાવા માટે કડક પગલાં ભરી રહ્યાં છે. પંજાબ, મહારાષ્ટ્ર, ચંડીગઢ, દિલ્હી અને પુડ્ડુચેરીમાં કર્ફ્યૂ લાગુ છે. આ સાથે જ દિલ્હીના શાહીનબાગ વિસ્તારને પણ ખાલી કરાવી દેવાયો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધની લડતમાં આજે આખો દેશ એકજૂથ થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તેના ચેપને ફેલાતો અટકાવા માટે કડક પગલાં ભરી રહ્યાં છે. પંજાબ, મહારાષ્ટ્ર, ચંડીગઢ, દિલ્હી અને પુડ્ડુચેરીમાં કર્ફ્યૂ લાગુ છે. આ સાથે જ દિલ્હીના શાહીનબાગ વિસ્તારને પણ ખાલી કરાવી દેવાયો છે. દિલ્હી પોલીસે 101 દિવસ બાદ શાહીન બાગ વિસ્તાર ખાલી કરાવ્યો છે. ધરણા પરથી હટવાની ના પાડનારા 9 લોકોને અટકાયતમાં લેવાયા છે. જેમાં 6 મહિલાઓ અને 3 પુરુષ સામેલ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube