COVID-19: માતાના અંતિમ સંસ્કાર ન કરી શક્યો ડોક્ટર, વીડિયો કોલ પર માફી માગતા રડી પડ્યો
રાજસ્થાનના કરોલી જિલ્લાના રાનોલી ગામના નિવાસી અને જયપુરની SMS હોસ્પિટલમાં કોરોના આઇશોલેશન આઈસીયૂ પ્રભારી રામમૂર્તિ મીણા તેમની માતા ભોલાદેવી (93 વર્ષ)ના નિધન પર તેમના અંતિમ દર્શન કરવા ન જઈ શક્યા.
જયપુર: ભારતમાં ઝડપથી ફેલાઇ રહેલી કોરોના મહામારી સામે ડોક્ટર્સ અને નર્સ 24 કલાક તેનો સમનો કરી રહ્યાં છે. તેમનો એક જ ઉદેશ્ય છે કે, કોરોનાને હરાવી દર્દીઓને સ્વસ્થ કરવા. આ કારણથી કોરોનાનો યોદ્ધા રાજસ્થાનના કરોલી જિલ્લાના રાનોલી ગામના નિવાસી અને જયપુરની SMS હોસ્પિટલમાં કોરોના આઇશોલેશન આઈસીયૂ પ્રભારી રામમૂર્તિ મીણા તેમની માતા ભોલાદેવી (93 વર્ષ)ના નિધન પર તેમના અંતિમ દર્શન કરવા ન જઈ શક્યા.
એટલું જ નહીં. તેઓ તેમની માતાના અંતિમ સંસ્કાર અને શોક સભામાં પણ સામેલ થઈ શક્યા નહતા. તેમણે મોબાઇલ પર વીડિયો કોલ દ્વારા માતાના અંતિમ સંસ્કાર દરમિયાન તેમના અંતિમ દર્શન કર્યા હતા. તેમનો આ ત્યાગથી દેશવાસીઓ માટે એક પ્રેરણારૂપ છે. આ કોરોના યોદ્ધા કામને પોતાનું ફર્જ ગણી દિવસ રાત કોરોના પોઝિટીવ દર્દીઓની સેવા કરી રહ્યાં છે.
શું કહેવું છે ડોક્ટરનું
રામમૂર્તિ મીણાએ જણાવ્યું હતું કે, સવાઈ માનસિંહ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ આઈસીયૂના તેઓ નર્સિંગ ઈન્ચાર્જ છે. માતાનું નિધન થઇ જવા પર તેવો તેમના ગામ જઈ શક્યા ન હતા. તે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરી રહ્યાં છે. નર્સિંગ પ્રભારી રામમૂર્તિ મીણાએ જણાવ્યું કે, અફસોસ છે કે માતાના અંતિમ સંસ્કાર તેમજ અન્ય કર્મકાંડમાં તેઓ ગામ રાનોલી (કરોલી) ન જઈ શક્યા.
સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે દેશ
તેઓએ વધુમાં જણાવ્યું કે, કોરોના પોઝિટીવ દર્દીઓને પણ છોડી શકતો નથી. કોરોના મહામારીથી આપણે બધાએ એક થઇને લડવાનું છે. તેમણે કહ્યું કે, તેઓ જાતે કોરોના આઇસોલેશનમાં તેમની સેવાઓ આફી રહ્યાં છે. એવામાં જો તેઓ તેમના ગામ જાય છે તો અન્ય લોકો પર પણ સંક્રમણનો ખતરો થઈ શકે છે. રામમૂર્તિએ કહ્યું કે, દેશ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને તેમણે તેમનું ફર્જ નિભાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube