કોરોનાએ તોડ્યા પરિવારો, છૂટાછેડાના પ્રમાણમાં અધધધ વધારો
એક તરફ લૉકડાઉને પરિવારોને જોડવાનું કામ કર્યું તો બીજી તરફ પરિવારો તૂટી પણ રહ્યા છે. જી હાં, લૉકડાઉનના કારણે છૂટાછેડાના પ્રમાણમાં વધારો થયો છે. સતત સાથે રહેવાથી પતિ-પત્નીમાં અંતર વધી રહ્યું છે અને જેના કારણે એક સમયે એવો આવી જાય છે કે તેઓ એકબીજાની સાથે રહેવા જ નથી માંગતા.
ફાલ્ગુની લાખાણી/ અમદાવાદ: દેશમાં છૂટાછેડાના મામલામાં ત્રણ ગણો વધારો થયો છે. જનતા કર્ફ્યૂ અને સતત લૉકડાઉન બાદ ઘરેલુ હિંસામાં પણ વધારો થયો છે. નોકરી ધંધા વિના પરેશાન લોકો તણાવમાં છે. કોરોના, આ એક વાયરસે આખી દુનિયાને બદલી નાખી છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લૉકડાઉન કરવામાં આવ્યું. લોકો ઘરમાં રહેવા માટે મજબૂર થયા.
એક તરફ લૉકડાઉને પરિવારોને જોડવાનું કામ કર્યું તો બીજી તરફ પરિવારો તૂટી પણ રહ્યા છે. જી હાં, લૉકડાઉનના કારણે છૂટાછેડાના પ્રમાણમાં વધારો થયો છે. સતત સાથે રહેવાથી પતિ-પત્નીમાં અંતર વધી રહ્યું છે અને જેના કારણે એક સમયે એવો આવી જાય છે કે તેઓ એકબીજાની સાથે રહેવા જ નથી માંગતા.
આ પણ વાંચો:- કૃષિ કાયદાનો વિરોધ, પંજાબના ડીઆઈજી લખમિંદર સિંહ જાખડે આપ્યુ રાજીનામું
કોરોના કાળમાં ત્રણ ગણા વધ્યા મામલા
કોરોના કાળમાં છૂટાછેડા પર થયેલા અભ્યાસમાં જે મામલા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. દેશમાં છૂટાછેડાના મામલામાં ત્રણ ગણો વધારો થયો છે. જનતા કર્ફ્યૂ અને સતત લૉકડાઉન બાદ ઘરેલુ હિંસામાં પણ વધારો થયો છે. નોકરી ધંધા વિના પરેશાન લોકો તણાવમાં છે. આવક ન હોવાના કારણે જે ગુસ્સો વધે છે, તેના કારણે હિંસા પણ થાય છે. જેના કારણે છૂટાછેડાના મામલા વધે છે.
આ પણ વાંચો:- કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ
લવ મેરેજ કરનારમાં પણ છૂટાછેડા વધ્યા
ન માત્ર અરેન્જ્ડ મેરેજ પરંતુ લવ મેરેજ કરનાર લોકોમાં પણ છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. લૉકડાઉને એ સંબંધોમાં કડવાશ ઘોળી છે, જેઓ પહેલાથી જ તણાવની સ્થિતિમાં છે. અનેક ભારતીય લગ્નો એટલા માટે ચાલતા હતા કારણ કે લોકો કામ માટે બહાર જાય છે અને અન્ય લોકો સાથે મળે છે. પરંતુ લૉકડાઉન, કર્ફ્યૂ અને કોરોનાના કારણે સાથે રહેવા માટે મજબૂર બન્યા છે. જેણે ગેરસમજણ અને ઝઘડાના પ્રમાણમાં પણ વધારો થયો છે.
આ પણ વાંચો:- વાસી રોટલી ખાવાથી થાય છે જબરદસ્ત ફાયદા!, આ બીમારીઓ તમારાથી દૂર રહેશે
આખી દુનિયાની આ સ્થિતિ
ન માત્ર ભારત પરંતુ ચીન, ઈટલી, યૂએસ જેવા દેશમાં પણ આ જ સ્થિતિ છે. ચીનના શિચુઆનમાં એક જ મહિનામાં 300 લોકોએ છૂટાછેડા માટે અરજી કરી છે. એટલે કે રોજના સરેરાશ 10 દંપત્તિ છૂટાછેડા માટે અરજી કરી રહ્યા છે. તો ઈટલીમાં પણ આ જ સ્થિતિ છે. લોકો ઘરે જ બેસે છે જેના કારણે છૂટાછેડાનો રેટ બમણો થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube