નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ તમામ વાતો વચ્ચે સમગ્ર વિશ્વના લોકો માટે રાહન સમાચાર મળી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ બે વર્ષ બાદ વૈશ્વિક COVID-19 મહાસંકટનો અંત લાવવા માટેના માપદંડો પર વિચારણા શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા 11 માર્ચ 2020ના રોજ WHO એ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી. જ્યારે, જિનેવા સ્થિત એજન્સીએ 30 જાન્યુઆરી, 2020 ના રોજ જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાર્વજનિક હેલ્થ ઈમરજન્સી ખતમ કરવાની યોજના
પીટીઆઈની રિપોર્ટ અનુસાર, જોકે વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સી કોરોના મહામારીના અંતની જાહેરાત પર તો કોઈ વિચાર કરી રહી નથી, પરંતુ તે શોધી રહી છે કે એવી કંઈ સ્થિતિ સંકેત આપશે કે જાહેર આરોગ્ય કટોકટી સમાપ્ત થઈ ગઈ છે.


WHO એ એક ઈમેલ મારફતે આપી જાણકારી
બ્લૂમબર્ગના મતે WHO એ એક ઈમેલમાં જણાવ્યું છે કે કોવિડ 19 પર આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિનિયમ આપાતકાલીન સમિતિ આંતરરાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય આપાતકાલે સમાપ્ત કરવા માટે જરૂરી માપદંડોને શોધી રહી છે. જોકે તેમને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.


ક્યારેય સમાપ્ત થતો નથી કોરોના વાયરસ 
ઉલ્લેખનીય છે કે ગત મહિને WHO ઈમરજન્સી સ્થિતિના પ્રમુખે જણાવ્યું હતું કે, જો વેક્સીનેશનનું કામ જલ્દીથી પુરું થઈ જાય છે, તો કોરોના મહામારીથી થનાર મોત અને લોકડાઉનનો આ વર્ષે અંત આવી શકે છે. વિશ્વ આર્થિક મંચ દ્વારા આયોજિત વેક્સીન ઈક્વિટી પર એક પેનલની ચર્ચામાં તેમણે જણાવ્યું હતું કે, માઈકલ રયાને કહ્યું કે અમે વાયરસને ક્યારેય અંત કરી શકીશું નહીં, કારણ કે આ પ્રકારની મહામારી વાયરસ પછી ઈકો સિસ્ટમનો ભાગ બની જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube