દેશમાં બેકાબૂ બની રહ્યો છે કોરોના! દિલ્હી અને મુંબઇમાં એક જ દિવસમાં આવ્યા 20 હજારથી વધુ કેસ
દેશભરમાં કોરોનાના વધતા જતા કોરોના (Covid-19) કેસથી લોકોની ચિંતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજધાની દિલ્હીમાં એક દિવસમાં 20181 કોરોના કેસ નોંધાયા છે.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના વધતા જતા કોરોના (Covid-19) કેસથી લોકોની ચિંતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજધાની દિલ્હીમાં એક દિવસમાં 20181 કોરોના કેસ નોંધાયા છે. આ દરમિયાન 11869 લોકો કોવિડ-19થી સ્વસ્થ થયા છે.
8 મહિના પછી સૌથી વધુ કેસ
છેલ્લા 8 મહિના પછી દિલ્હીમાં શનિવારે સૌથી વધુ કેસ નોંધાયા છે. અગાઉ 2 મેના રોજ એક જ દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાને કારણે 7 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં સંક્રમણનો દર 19.60 ટકા છે.
તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોવિડ-19ના કુલ એક્ટિવ કેસ 48178 છે. અને પોઝિટિવિટી રેટ 19.6 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 25143 લોકોના મોત થયા છે.
મુંબઈમાં પણ કોરોના બેકાબૂ
દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) માં પણ કોરોના બેકાબૂ બની રહ્યો છે. માહિતી અનુસાર, શનિવારે મુંબઈમાં કોવિડ-19ના 20318 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 5 લોકોના મોત નોંધાયા હતા. મુંબઈમાં કોરોનાના કુલ 106037 સક્રિય કેસ છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ થઇ રહ્યો છે વધારો
આ સાથે મહારાષ્ટ્રમાં આજે કોરોનાના 41434 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો કેસ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં એક દિવસમાં ઓમિક્રોનના કુલ 133 નવા કેસ નોંધાયા છે.
દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 41 હજાર 986 નવા કેસ સાથે 285 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 3,071 થઈ ગયા છે. દેશમાં નવા કેસ આવ્યા બાદ સક્રિય કેસની સંખ્યા 4,72,169 પર પહોંચી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube