Corona Update: ફરી ડરાવી રહ્યો છે કોરોના, 10 દિવસમાં 3 ગણા થયા મોત; મુંબઇમાં 79 ટકા વધ્યા કેસ
Mask Returns in Delhi: દિલ્હીમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે મોતનો પણ આંકડો વધી રહ્યો છે. તેને જોતા દિલ્હીમાં સાર્વજનિક સ્થળો પર ફરી માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
Mask Returns in Delhi: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસમાં વધારો થતા ફરી પ્રતિબંધોનો સિલસિલો શરૂ થઈ ગયો છે. દિલ્હી સરકારે સાર્વજનિક સ્થળો પર તાત્કાલીક પ્રભાવથી ફરી એકવાર માસ્ક ફરજિયાત કર્યું છે. હવે દિલ્હીમાં માસ્ક ન પહેરનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તમને જણાવી દઇએ કે, છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં કોવિડના કારણે ઓગસ્ટમાં અત્યાર સુધી 40 લોકોના મોત થયા છે.
કોરોના કેસમાં થઈ રહ્યો છે વધારો
સ્વાસ્થ્ય વિભાગના આકંડા અનુસાર, રાજધાની દિલ્હીમાં કોરોના કેસ સાથે સાથે મોતનો પણ આંકડો વધી રહ્યો છે. કોવિડના કારણે ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે, જ્યારે જુલાઈના છેલ્લા 10 દિવસમાં કોરોના વાયરસે 14 લોકોનો ભોગ લીધો હતો. એટલે કે મહામારીના કારણે થતા મોતના કિસ્સામાં લગભગ 3 ગણો વધારો થયો છે.
100 ગાડીઓમાં 400 થી વધુ IT અધિકારીના મહારાષ્ટ્રમાં દરોડા, જપ્ત કરી આટલી મોટી રકમ
મોતની સંખ્યામાં વધારો
સરકારી આંકડા અનુસાર, દિલ્હીમાં 1 ઓગ્સટના બે, 2 ઓગસ્ટના ત્રણ, 3 ઓગસ્ટના પાંચ, 4 ઓગસ્ટના ચાર, 5 ઓગસ્ટના બે, 6 ઓગસ્ટના એક, 7 ઓગસ્ટના બે, 8 ઓગસ્ટના છ, 9 ઓગસ્ટના સાત અને 10 ઓગસ્ટના આઠ લોકોના મોત થયા. ત્યારે 22 અને 23 જુલાઈના ક્રમશ: એક-એક, 24 થી 27 જુલાઈના બે-બે મોત થયા, જ્યારે 28 જુલાઈના કોઈપણ સંક્રમિત દર્દીનું મોત થયું નથી. આ ઉપરાંત 29 અને 30 જુલાઈના એક-એક દર્દીનું મોત થયું અને 31 જુલાઈના કોઇપણ સંક્રમિત દર્દીનું મોત થયું નથી.
બજારની દમદાર શરૂઆત સેન્સેક્સનો 600 પોઈન્ટનો કૂદકો, નિફ્ટીના આ રહ્યા હાલ
શું છે એક્સપર્ટ્સનો અભિપ્રાય?
જોકે, એક્સપર્ટ્સ અને અધિકારીઓનું કહેવું છે કે, સંક્રમણના કારણે તે લોકોનો જીવ જઈ રહ્યો છે જે પહેલાથી કોઈ બિમારીથી પીડિત છે અથવા જેમને કેન્સર, ટીબી અથવા કોઈ અન્ય ગંભીર બિમારી છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે, મોતના મોટાભાગના દર્દી સંયોગથી કોવિડથી પીડિત હતા, કેમકે તેઓ અન્ય બિમારીઓની સારવાર પહેલાથી ચાલી રહી હતી.
''આગામી વર્ષોમાં દેશમાં 75 ટકાથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા ગેસ મળશે" : PM Modi
180 દિવસ બાદ થયા આટલા મોત
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં બુધવારના કોવિડ-19 ના 2,146 નવા કેસ સામે આવ્યા અને 8 દર્દીઓના મોત થયા છે. જ્યારે સંક્રમણ દર 17.83 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આંકડામાં આ જાણકારી સામે આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 180 દિવસ બાદ કોવિડ-19 ના કારણે આટલા દર્દીઓના મોત થયા છે. આ પહેલા 13 ફેબ્રુઆરીના દિલ્હીમાં કોવિડ-19 ના કારણે 12 લોકોના મોત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube