નવી દિલ્હીઃ કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે મોટી જાહેરાત કરી છે. આરબીઆઈએ રિવર્સ રેપો રેટ ઘટાડીને બેન્કોની જમા રકમ પર વ્યાજ ઘટાડી દીધું છે. આરબીઆઈ તરફથી આપવામાં આવેલી રાહત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, તેનાથી નાના વેપારીઓ, એમએસએમઈ, ખેડૂતો અને ગરીબોને ફાયદો મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'આરબીઆઈની આજની જાહેરાતથી રોકડ પ્રવાહ વધશે અને લોન પુરવઠામાં સુધાર થશે. આ પગલાથી આપણા નાના ઉદ્યોગો, એમએસએમઈ, ખેડૂતો અને ગરીબોને મદદ મળશે. આ ડબ્લ્યૂએમએની મર્યાદા વધારીને તમામ રાજ્યોની પણ મદદ કરશે.'


આ પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતામરને કહ્યું, 'કોરોનાને કારણે થનારી મુશ્કેલીને ધ્યાનમાં રાખી, આરબીઆઈ તરફથી રોકડ તરલતા બનાવી રાખવા, બેન્કના લોન પ્રવાહને પ્રોત્સાહિત કરવા અને નાણાકીય તણાવ ઓછો કરવા અને બજારોને સામાન્ય કામકાજ કરવા સક્ષમ કરવાની આશાથી ઘણા પગલાં ભરવામાં આવ્યા છે.'


બજારમાં વિશ્વાસ-ગ્રાહકોની રાહત પર નજર..... 5 પોઈન્ટમાં સમજો RBI ગવર્નરની જાહેરાત

રોકડનું સંકટ દૂર કરવા મોટો નિર્ણય
રોકડના સંકટને દૂર કરવા માટે બેન્ક તરફથી બજારમાં 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેથી રોકડની કોઈ ખોટ ન પડે. તે માટે TLTROની જાહેરાત કરવામાં આવી છે. 


આ સાથે બેન્ક તરફથી નાબાર્ડ, એનએચબી, એનબીએફસી સહિત અન્ય ક્ષેત્રોમાં પણ 50 હજાર કરોડની વધારાની મદદ કરવામાં આવશે, જેથી નીચે સુધી મદદ પહોંચી શકે. 


તેમણે કહ્યું કે, આ સમયે 150થી વધુ અધિકારી સતત ક્વોરેન્ટાઇન થઈને પણ કામ કરી રહ્યાં છે અને દરેક સ્થિતિનો સામનો  કરવા તૈયાર છે. શક્તિકાંત દાસે કહ્યું કે, IMFએ પણ તે વાતનું અનુમાન લગાવ્યું છે કે વિશ્વમાં સૌથી મોટી મંદી આવવાની છે, જે ખતરાની ઘંટી છે. ઘણા દેશોમાં આયાત-નિકાસમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.


જીડીપીમાં ભારતની સ્થિતિ સારી 
કોરોના સંકટને કારણે ભારતનો વિકાસદર 1.9 ટકાના દરે વધશે. G20 દેશોમાં આ સૌથી સારી સ્થિતિ છે. વિશ્વને 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનું અનુમાન છે. પરંતુ જ્યારે કોરોનાનો સમય ચાલ્યો જશે તો ભારતની જીડીપી એકવાર ફરી 7 ટકાના દરે વધશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube