મુંબઇ: મહારાષ્ટ્રમાં (Maharashtra) ઝડપથી વધી રહેલા કોરોના (Coronavirus) કેસ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોનાની (Maharashtra Coronavirus) સ્થિતિની બે દિવસ વધુ સમીક્ષા કરવામાં આવશે. જો સ્થિતિ નહીં સુધરે તો રાજ્યમાં પૂર્ણ લોકડાઉન (Lockdown) લગાવવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનતાને ભયભીત ન થવા અપીલ
શુક્રવાર સાંજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સીએમ ઠાકરેએ (Uddhav Thackeray) જનતાને ભયભીત ન થવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું, હું લોકને ડરાવા નથી આવ્યો. રાજ્ય સહિત દેશમાં કોરોના ફરી વધી રહ્યો છે. એવામાં મને આશા છે કે, રાજ્યની જનતા આ મહામારી સામે લડતમાં સરકારનો સાથ આપશે.


આ પણ વાંચો:- ખેડૂત નેતા Rakesh Tikait ના કાફલા પર હુમલો, BJP પર લગાવ્યો આરોપ


અમારી પાસે તપાસની ક્ષમતા વધી
સીએમ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું કે, જ્યારે કોરોના (Coronavirus) શરૂ થયો હતો ત્યારે આપણી પાસે તપાસ માટે માત્ર બે લબે હતી. ત્યારે હવે રાજ્યમાં 500 જગ્યાઓ પર તપાસની સુવિધા છે. અમારી પાસે આજની તારીખમાં 1.82 લાખ ટેસ્ટિંગની સુવિધા છે. આવનારા દિવસોમાં અમે 2.50 લાખ ટેસ્ટિંગની ક્ષમતા પ્રાપ્ત કરીશું.


કોવિડ પ્રોટોકોલનું પાલન કરે લોકો
મુખ્યમંત્રી ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું કે, આપણા 70 ટકા ટેસ્ટ RT-PCR થી થઈ રહ્યા છે. આવતી કાલે અમે અઢી લાખ ટેસ્ટ કરશું. જેમાં 70 ટકા ટેસ્ટ RT-PCP દ્વારા થશે. તેમમે કહ્યું કે, કોવિડ સામે લડત હજુ પુર્ણ થઈ નથી. એવામાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ પ્રોટોકોલનું પાનલ છોડવું જોઇએ નહીં.


આ પણ વાંચો:- સાઉદી અરબનું અભિમાન તોડવા ભારતે બનાવ્યો ખાસ પ્લાન, તેલ કંપનીઓને આપી આ સૂચના


રાજ્યમાં 3.85 લાખ બેડ્સ ઉપલબ્ધ
સીએમએ કહ્યું, અમે કોઈપણ વાત છુપાવી રહ્યા નથી. તેથી આજે મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક લાગી રહી હશે. હું બીજા રાજ્યોની વાત નહીં કરું. હું માત્ર એટલું જ કહીશ કે મારી પર મહારાષ્ટ્રની જનતાની જવાબદારી છે. કોરોના શરૂઆતી દોરમાં રાજ્યમાં હોસ્પિટલ ન હતા, બેડ ન હતા. ત્યારબાદ અમે બેડ્સની સંખ્યા વધારવાની શરૂ કરી. અમે રાજ્યમાં મોટા કોવિડ સેન્ટર શરૂ કર્યા. આજની તારીખમાં અમારી પાસે 3.85 લાખ બેડ્સની સંખ્યા ઉપલબ્ધ છે.


કોરોનાના વધતા કેસથી ચિંતા
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું, 'અમે અગાઉ પણ કહ્યું હતું કે અમે સારવાર સુવિધા વધારવા માટે લોકડાઉનનો ઉપયોગ કરીશું. અમારા તમામ પ્રયાસો છતાં રાજ્યમાં કોરોના કેસ કેમ વધી રહ્યા છે, આપણે આ વિશે જોવું રહ્યું. થોડા સમય પહેલા, મુંબઈમાં 300-400 દર્દીઓ આવતાં હતાં. તે જ સમયે, 8 હજારથી વધુ દર્દીઓ મુંબઇ આવી રહ્યા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં 43 હજાર સુધી નવા દર્દીઓ આવી રહ્યા છે.


આ પણ વાંચો:- કોરોનાના વધતા કેસ વચ્ચે મિનિ લોકડાઉનની સળવળાટ, ડો. રણદીપ ગુલેરિયાએ આપ્યા સંકેત


'આકારણી પછી લોકડાઉન અંગે નિર્ણય'
મુખ્યમંત્રીએ કહ્યું, 'મહારાષ્ટ્રમાં લોકડાઉન થશે કે નહીં, હું આ અંગે હવે કહી શકું નહીં. આ અંગેની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય લેવામાં આવશે. સારી વાત એ છે કે મહારાષ્ટ્રમાં રસીકરણ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યમાં દરરોજ 3 લાખથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવે છે. અમને કેન્દ્રથી રસી મળી રહી છે પરંતુ તેની સપ્લાય વધુ વધારવી જોઇએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube