કોરોનાના નવા સબ વેરિએન્ટ JN.1 એ ડરાવ્યા, દેશભરમાં 21 કેસની પુષ્ટિ, છેલ્લા બે સપ્તાહમાં 16 લોકોના મોત
Corona Variant JN.1 Cases: નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો વીકે પોલે કહ્યુ કે કોરોનાના નવા સબ વેરિએન્ટ JN.1 થી ડરવાની જરૂર નથી.
Coronavirus Cases in India: દેશમાં કોરોનાના નવા કેસે ફરી એકવાર ચિંતા ઉભી કરી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે હવે કોરોનાના નવા સબ વેરિએન્ટ JN.1 ના 21 કેસની પુષ્ટિ થઈ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોના હવાલાથી જણાવ્યું કે જેએન.1 ના નવા કેસમાંથી 19 ગોવામાં નોંધાયા છે, જ્યારે કેરલ અને મહારાષ્ટ્રમાં 1-1 કેસ સામે આવ્યો છે.
નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો વીકે પોલે કહ્યું કે મંગળવાર (19 ડિસેમ્બર) એ કોરોનાના 500 કેસ આવ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં કોરોનાથી 16 લોકોના મોત થયા છે. આ લોકોને પહેલાથી કોઈ ગંભીર બીમારી હતી.
તેમણે આગળ કહ્યું- દેશમાં હજુ કોરોનાના 2300 એક્ટિવ કેસમાંથી સબ વેરિએન્ટ જેએન.1 ના 21 કેસ છે. સબ વેરિએન્ટ JN.1 નો પ્રથમ કેસ ઓગસ્ટના મહિનામાં લક્જમબર્ગમાં આવ્યો હતો. ધીમે ધીમે તે 40 જેટલા દેશોમાં ફેલાયો છે. ડરવાની જરૂર નથી આપણે માત્ર સાવચેતી રાખવાની છે.
આ પણ વાંચોઃ જાણી લેજો! દેશમાં સૌથી તાકતવર અધિકારી કોણ હોય છે? કોની પાસે છે હોય છે સૌથી વધુ પાવર?
ક્યાં કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 292, તમિલનાડુમાં 13, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 9, તેલંગાણા અને પુડુચેરીમાં 4 કેસ નોંધાયા છે. દિલ્હી અને ગુજરાતમાં 3 અને પંજાબ અને ગોવામાં 1 કેસ છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શું કહ્યું?
તમને જણાવી દઈએ કે મંગળવારે (19 ડિસેમ્બર) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોના વાયરસના 'JN.1' સબ-વેરિઅન્ટને 'રુચિનું વેરિઅન્ટ' જાહેર કર્યું હતું. એમ પણ કહ્યું કે આનાથી વૈશ્વિક જાહેર આરોગ્ય માટે બહુ ખતરો નથી.
WHO મુજબ, તે હવે BA.2.86 વંશ સાથે સંકળાયેલ છે જે વૈશ્વિક પહેલ ઓન શેરિંગ ઓલ ઈન્ફ્લુએન્ઝા ડેટા (GISAID) સાથે સંકળાયેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube