Covid-19 WHO Warning: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના પ્રમુખ ડોક્ટર ટેડ્રોસ અદનોમ ઘેબિયસે આખી દુનિયાને કોરોનાને લઇને સર્તક રહેવા માટે કહ્યું છે. તેમણે મંગળવારે મહામારીને લઇને ચેતાવણી આપી છે કે કોવિડ 19 ના કેસ તાજેતરની લહેરને દર્શાવે છે કે મહામારી ક્યાંય ખતમ થઇ નથી. કોવિડ 19 પર એક મીડિયા બ્રીફિંગમાં ડબ્લ્યૂએચઓ પ્રમુખે કહ્યું કે મને ચિંતા છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે. સ્વાસ્થ્ય સીસ્ટમ અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પર અને દબાણ વધી રહ્યું છે. મહામારીથી મરનારાઓની સંખ્યા પણ વધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મહામારી હજુ પણ હેલ્થ ઇમરજન્સી
તેમણે દુનિયાની તમામ સરકારોને કહ્યું કે હાલની મહામારી વિજ્ઞાનના આધાર પર પોતાની કોવિડ 19 વિરૂદ્ધ યોજનાઓની નિયમિત સમીક્ષા કરે. તેની સાથે જ તેમણે એ પણ સંભાવના વ્યક્ત કરી કે ભવિષ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ પણ સામે આવી શકે છે. કોવિડ 19 પર ઇમરજન્સી સમિતિ ગત એક અઠવાડિયે થયેલી બેઠકમાં એ પણ કહેવામાં આવ્યું કે મહામારી હજુ પણ એક વૈશ્વિક હેલ્થ ઇમરજન્સી બનેલી છે. 


હજુ પણ વધી શકે છે કોરોનાના કેસ
ટેડ્રોસે કહ્યું કે 'હું ચિંતિત છું કે કોવિદ 19 ના કેસ વધી રહ્યા છે. વિસ્તારિત સ્વાસ્થ્ય સિસ્ટમ અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પર વધુ દબાણ વધી રહ્યું છે. મોત પણ અસ્વિકાર્યરૂપથી વધુ છે. તેમણે કહ્યું કે ઓમિક્રોનના સબ વેરિએન્ટ જેમ કે બીએ4 અને બીએ 5 દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારાનું કારણ બની રહેશે. આ સાથે જ આ બેઠકમાં મહામારીને લઇને દેખરેખનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. તેમાં કહેવામાં આવ્યું કે કોરોનાના વિરૂદ્ધ દેખરેખ ખૂબ ઓછી થઇ ગઇ છે. 


વેક્સીનેશન એકદમ જરૂરી
ડો. ટેડ્રોસે મહામારી વિરૂદ્ધ યોજના બનાવવા અને તેનો સામનો કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે 'કોવિડ 19 ની યોજના બનાવવી, નિમોનિયા અને જાડા જેવી જીવલેણ બિમારીઓના રસીકરણ સાથે સાથે ચાલવું જોઇએ. તેમને વેક્સીનેશનને જરૂરી ગણાવતાં કહ્યું કે વેક્સીનેશને લાખો લોકોનો જીવ બચાવ્યો છે અને સરકારો માટે આ મહત્વપૂર્ણ છે કે તે વધુ જોખમવાળા લોકો પર ધ્યાન કેન્દ્રીત કરે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube