જબલપુર: કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicron ને લઈને દુનિયાભરમાં હડકંપ મચેલો છે. આ બધા વચ્ચે મધ્ય પ્રદેશના જબલપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે એક મહિલા સાથે સંપર્ક થઈ શકતો નથી જે બોત્સવાનાની રહીશ છે. પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ આ મહિલાને શોધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ જબલપુર પ્રશાસનને એ વાતનો ડર છે કે આ મહિલા કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicron થી સંક્રમિત છે કારણ કે તે બોત્સવાનાથી આવી છે જ્યાં Omicron થી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. 


સૌથી પહેલા ક્યાં થઈ હતી Omicron ની ઓળખ?
અત્રે જણાવવાનું કે કોવિડના નવા વેરિએન્ટ Omicron ની ઓળખ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. ત્યારબાદ Omicron ના કેસ અનેક દેશોમાં મળી આવ્યા. બોત્સવાના દક્ષિણ આફ્રિકાનો પાડોશી દેશ છે. ત્યાં પણ અનેક કેસ મળી આવ્યા છે. 


મહિલા અંગે શું મળી જાણકારી?
સીએમએચઓ ડોક્ટર રત્નેશ કુરારિયાએ કહ્યું કે અમને એરલાઈન્સ દ્વારા જાણકારી મળી હતી કે દક્ષિણ આફ્રિકાની એક મહિલા દિલ્હીથી જબલપુર આવી છે. ત્યારબાદ તેના વિશે જાણકારી ભેગી કરાઈ તો ખબર પડી કે તે મહિલાનું નામ Oremeet Selyn છે અને તે બોત્સવાનાની રહિશ છે. 


Omicron Variant: દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરેલ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત, વેરિએન્ટની ઓળખ કરવા માટે થઈ રહી છે તપાસ


તેમણે વધુમાં કહ્યું કે અમારી પાસે ફક્ત આ મહિલાની ઈમેઈલ આઈડી અને ફોન નંબર હતો. અમે મહિલાને શોધી રહ્યા છીએ. જ્યાં સુધી આ મહિલા ન મળી જાય ત્યાં સુધી કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicron નું જોખમ તોળાયેલું રહેશે. Omicron માં કોરોનાના જૂના વેરિએન્ટ ડેલ્ટા કરતા વધુ મ્યુટેશન હોય છે. 


દ.આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફરેલો વ્યક્તિ કોરોના સંક્રમિત
દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત ફરેલો એક વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો છે. આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્રના થાણા જિલ્લાના ડોમ્બિવલીમાં પાછો ફર્યો. કલ્યાણ-ડોમ્બિવલી નગર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે તપાસ કરાઈ તો વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો. જો કે આ વ્યક્તિમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું સંક્રમણ હોવાની હજુ પુષ્ટિ થઈ નથી. અધિકારીના જણાવ્યાં મુજબ એક વ્યક્તિ 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરથી ડોમ્બિવલી આવ્યો હતો. તેની કોવિડ-19 તપાસ કરાઈ જેમાં તે કોરોના સંક્રમિત મળી આવ્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube