નવી દિલ્લીઃ ફરી એકવાર કોરોના વાયરસે ચિંતામાં વધારો કર્યો છે. થોડા સમય પહેલાં સ્થિતિ લગભગ એકદમ સામાન્ય થઈ ગઈ હતી. જોકે, ઓચિંતા કોરોનાના નવા કેસ સામે આવતા ફરી ફફડાટ ઉભો થયો છે. નવા કેસ સામે આવતાની સાથે જ સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. એજ કારણ છેકે, હાલ કેન્દ્રમાં બેઠકોનો દૌર શરૂ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ પોતે આરોગ્ય વિભાગના અધિકારીઓને આ અંગે પુરતી તકેદારી રાખવા અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં વિવિધ રાજ્યો સાથે પણ પ્રધાનમંત્રી મોદી સીધા સંપર્કમાં છે. પીએમ મોદી દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સતત મોનિટરિંગ કરી રહ્યાં છે. એટલું જ નહીં બુધવારે પીએમ મોદી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને કોરોના મુદ્દે ચર્ચા કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, હાલ દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં કોરોના કેસે ચિંતામાં વધારો કર્યો છે. કારણકે, આ રાજ્યોમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એટલેકે, IIT મદ્રાસમાં કોરોનાના 55 કેસ સામે આવ્યા છે. જેને પગલે તમિલનાડુનું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. વધતા જતા કોરોનાના કેસને કારણે હાલની સ્થિતિની સમિક્ષા કરવી આવશ્યક છે. જેને પગલે હવે કેન્દ્રીય સ્તરે ધમધમાટ શરુ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ પોતે હવે આ અંગે મોનિટરિંગ શરૂ કરી દીધું છે. એટલું જ નહીં તેમણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ કામે લગાવ્યાં છે. પીએમ મોદીએ 27 એપ્રિલના બપોરના 12 વાગ્યે તમામ મુખ્યમંત્રીઓ સાથે એક મોટી બેઠક કરવાના છે. પીએમે મોદી મુખ્યમંત્રીઓ સાથે કોવિડ સ્થિતિની ચર્ચા કરશે અને રાજ્યોને જરુરી પગલાં ભરવાનો આદેશ આપશે. 


પ્રધાનમંત્રી મોદી સાથેની આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. આ સાથે જ કેન્દ્રની ટીમમાંથી ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ સહિતના પીએમઓના અધિકારીઓ હાજર રહેશે અને દેશની કોરોનાની સ્થિતિની સમિક્ષા કરશે. પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોના સંબંધિત કેટલાક આદેશ આપી શકે છે. બેઠકમાં પીએમ મોદી મુખ્યમંત્રીઓનો બૂસ્ટર ડોઝ મફતમાં આપવાનો આગ્રહ કરી શકે છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ સહિતના કેટલાક રાજ્યો દિનપ્રતિદિન સરકારનું ટેન્શન વધારી રહ્યાં છે. અહીંના કોરોનાના કેસમાં દૈનિક વધારો આવી રહ્યો છે.