નવી દિલ્હી: ભારતાં કોરોના વાયરસથી સાજા થતા લોકોની સંખ્યાએ (Corona Recovery Cases) દરરોજ નવા દર્દીને પાછળ છોડી દીધા છે. તેથી અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધી બે કરોડથી વધારે થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Ministry of Health) શુક્રવારે આ જાણકારી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 4 દિવસમાં આ ત્રીજી વખત છે. જ્યારે સ્વસ્થ થતા લોકોની સંખ્યા કોવિડ-19 ના દરરોજ નવા દર્દીઓથી વધારે રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં મળ્યા સૌથી વધારે સંક્રમિત
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,44,776 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કોવિડ-19 ને હરાવવાનારાઓની કુલ સંખ્યા 2 કરોડ 79 હજાર 599 ને વટાવી ગઈ છે. મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં સ્વસ્થ થતા દર્દીઓમાં 71.16 ટકા લોકો 10 રાજ્યોના છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 ના નવા 4,33,144 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 42 હજાર 582 નવા કેસ નોંધાયા છે. આ પછી કેરળમાં 39 હજાર 955 અને કર્ણાટકમાં 35 હજાર 297 નવા કેસ નોંધાયા છે.


આ પણ વાંચો:- UP: કોરોનાકાળમાં ચિત્રકૂટ જેલમાં ગેંગવોર, મુખ્તારના સાથી સહિત 2ની હત્યા, ગેંગસ્ટર અંશુ દિક્ષિતનું એન્કાઉન્ટર


દેશભરમાં 37 લાખથી વધુ એક્ટિવ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે દેશમાં કોવિડ-19 માટે અત્યાર સુધીમાં 31 કરોડથી વધુ નમૂનાઓ ચકાસવામાં આવ્યા છે, અને સંક્રમણ દર થોડો વધીને 7.72 ટકા થઈ ગયો છે. જો કે, દૈનિક સંક્રમણ દરમાં થોડો ઘટાડો થયો છે, અને તે ઘટીને 20.08 ટકા થયો છે. મંત્રાલયે કહ્યું કે ભારતમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 37 લાખ 4 હજાર 893 છે, જે દેશના કુલ કેસોના 15.41 ટકા છે. તે જ સમયે, રાષ્ટ્રીય મૃત્યુ દર હાલમાં 1.09 ટકા છે.


આ પણ વાંચો:- Coronavirus: ભારત અને ભારતીયો હિંમત હારશે નહીં, આપણે લડીશું અને જીતીશું- PM મોદી


એક દિવસમાં 4000 લોકોનાં કોરોનાથી મોત
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે કુલ 4000 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા મૃત્યુઓમાં 10 રાજ્યોનો ફાળો 72.70 ટકા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 850 લોકો કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા હતા. તે પછી કર્ણાટકમાં 344 લોકોનાં મોત થયાં. મંત્રાલયે કહ્યું કે કોવિડ-19 વેક્સીનના લગભગ 18 કરોડ ડોઝ લોકોને અત્યાર સુધી આપવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube