Corona Virus new case in Delhi: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. બુધવારે રાજધાનીમાં 1000 નો આંકડો પણ પાર થઇ ગયો છે. દિલ્હીમાં ગત 24 કલાકમાં 1009 નવા કેસ નોંધાયા છે અને સંક્રમણ દર 5.7% રહ્યો. આ દરમિયાન ચિંતાની વાત એ છે કે એક મોત પણ નોંધાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારના મુકાબલો મોટો ઉછાળો
આ ચોંકાવનારા આંકડા ગત દિવસની સરખામણીએ લગભગ બમણા છે. મંગળવારે 623 નવા કેસ સામે આવ્યા હતા, તો બીજી તરફ બુધવારે 1009 નવા કેસ નોંધાયા છે. 


એક્ટિવ કેસોમાં પણ ઉછાળો
આ સાથે જ દિલ્હીમાં સક્રિય દર્દીઓની સંખ્યા અઢી હજારથી વધુ થઇ ગઇ છે. દિલ્હીમાં બુધવારે સક્રિય કોરોના દર્દીઓ 2641 છે, જે 18 ફેબ્રુઆરી બાદ સૌથી વધુ છે. તમને જણાવી દઇએ કે 18 ફેબ્રુઆરીના રોજ 2775 સક્રિય દર્દી હતા. 


10 ફેબ્રુઆરી બાદ સૌથી વધુ કેસ
હાલ રાજધાનીમાં પોઝિટિવિટી રેટ 5.70 ટકા નોંધવામાં આવ્યો છે. કોરોનાના આ આંકડા 10 ફેબ્રુઆરી બાદ સૌથી વધુ છે. આ પહેલાં દિલ્હીમાં 10 ફેબ્રુઆરીએ 1104 કેસ સામે આવ્યા હતા. 


ફરી થઇ માસ્કની વાપસી
અત્રે ઉલ્લેખનીય છે કે વધતા જતા કોરોનાના કેસ વચ્ચે ફરી એકવાર સખત પાબંધીઓની વાપસી થતી જોવા મળી રહી છે. તાજા નિર્ણયમાં રાજધાનીમાં માસ્ક પહેરવાને ફરીથી અનિવાર્ય કરી દીધું છે. માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઇ છે. 


સ્કૂલ ખુલ્લી રાખવા પર સહમતિ
કોરોનાના વધતા જતા કેસમાં દરરોજ આવી રહેલા ઉછાળા બાદ માસ્કની વાપસી થઇ રહી છે. તેના માટે એક SOP પણ જાહેર કરવામાં આવશે, જેમાં કોવિડ પ્રોટોકોલના સખત પાલનની વાત હોઇ શકે છે. આ ઉપરાંત DDMA ની બેઠક્માં હાલ સ્કૂલોને બંધ ન કરવા પર સહમતિ બની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube