COVID-19 in India: ભારતમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન વધુ સંક્રમક હોઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારે કોરોના વાયરસના કેસમાં તેજી જોવા મળી છે, તેણે એકવાર ફરીથી સરકારની ચિંતા વધારી દીધી છે. દેશના ચાર રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્ય પ્રદેશમાં અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસમાં ખુબ વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાની જાણકારી મળી છે. આંકડાની વાત કરીએ તો છ રાજ્યોમાંથી 87 ટકા કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમ્સ પ્રમુખ રણદીપ ગુલેરિયાએ કહ્યું-ખતરનાક થઈ શકે છે સેકન્ડ સ્ટ્રેન
આ બાજુ એમ્સ પ્રમુખ ડો.રણદીપ ગુલેરિયાએ એવી આશંકા વ્યક્ત કરી છે કે ભારતમાં કોરોના વાયરસ પ્રત્યે હર્ડ ઈમ્યુનિટી બની છે એ એક ભ્રામક માન્યતા છે. કારણ કે આ માટે 80 ટકા વસ્તીમાં કોરોના વાયરસ પ્રત્યે એન્ટીબોડી બનેલી હોવી જોઈએ. જે હર્ડ ઈમ્યુનિટી હેઠળ સંપૂર્ણ વસ્તીની સુરક્ષા માટે જરૂરી છે. કોરોનાનો નવો સ્ટ્રેન વધુ સંક્રમક અને ખતરનાક સાબિત થઈ શકે છે. નવો સ્ટ્રેન સંક્રમણથી બહાર આવી ચૂકેલા વ્યક્તિને પણ ફરીથી ઝપેટમાં લઈ શકે છે. પછી ભલે તેમનામાં એન્ટીબોડી પેદા થઈ ગઈ હોય. 


મહારાષ્ટ્રમાં કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડો.શશાંક જોશીએ કહ્યું કે રાજ્યમાં કોરોનાના 240 નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. જેને ગત અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસ માટે મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. 


COVID-19 Vaccination in India : દેશમાં અત્યાર સુધી એક કરોડ આઠ લાખથી વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા


અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના નવા સ્ટ્રેનની શોધ વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખુબ વધારો થઈ રહ્યો છે. જે વિશે કહેવાય છે કે કોરોનાના પ્રચલિત વેરિએન્ટની સરખામણીમાં તે વધુ ખતરનાક છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. 


Farmers Protest: સરકાર MSP ને કાયદેસર માન્યતા કેમ નથી આપતી? BJP ના દિગ્ગજ નેતાએ આપ્યા જવાબ


મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાર અને મુંબઈમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેને સ્થાનિક અધિકારીઓને નવા લોકડાઉન અને મોટાભાગના લોકો માટે નવા પ્રતિબંધો લગાવવા માટે પ્રેરિત કર્યા છે. આશંકા છે કે આ વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લગાવવાની નોબત આવી શકે છે. 


મહારાષ્ટ્રમાં શુક્રવારે નવા 6112 નવા કેસની પુષ્ટિ થઈ છે. જ્યારે કેરળમાં 4584 નવા કેસ મળ્યા છે. મધ્ય પ્રદેશમાં 13 ફેબ્રુઆરીથી દૈનિક કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં 297 દૈનિક કેસ નોંધાયા છે. માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ કોવિડ-19ના 75.87 ટકા સક્રિય કેસ જોવા મળ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube