Corona Crisis: વધુ એક રાજ્યમાં 10 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
કોરોનાના સતત વધી રહેલા કેસોને જોતા તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે રાજ્યમાં 10 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે.
હૈદરાબાદઃ કોરોના (Coronavirus) સંક્રમણના વધી રહેલા કેસને જોતા તેલંગણા (Telangana) રાજ્યમાં 12 મેથી 10 દિવસના સંપૂર્ણ લૉકડાઉન (Lockdown) ની જાહેરાત કરવામાં આવી છે. આ સમય દરમિયાન રાજ્યમાં ઇમર્જન્સીને છોડીને બાકી કોઈ કામ માટે અવરજવરની મંજૂરી મળશે નહીં. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે (K. Chandrashekhar Rao) કરી છે.
જલદી જાહેર થશે ગાઇડલાઇન
જાણકારી પ્રમાણે મંગળવારે મુખ્યમંત્રીના આવાસ પર કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્યની સ્થિતિને જોતા પ્રદેશમાં 10 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યુ કે, આ લૉકડાઉન વિશે જલદી વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Corona થી રિકવર થયા બાદ બ્રેન ક્લોટિંગની સમસ્યા, આ લક્ષણ જોવા મળે તો થઈ જાવ સાવધાન
સવારે 6થી 10 સુધી કામ કરવાની છૂટ
મુખ્યમંત્રીએ કહ્યુ કે, લૉકડાઉન દરમિયાન લોકોને સવારે છથી 10 સુધી રૂટિન ગતિવિધિની મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ બધા કામધંધા બંધ કરી ઘરમાં રહેવું પડશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ધાનની ખેતીની સીઝન શરૂ થઈ રહી છે. તેવામાં લૉકડાઉનમાં કિસાનોને રાહત આપવા માટે જલદી વચ્ચેનો રસ્તો કાઢવામાં આવશે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube